Mysamachar.in-જામનગર:
જામનગર તાલુકાના ચકચારી ખોજા બેરાજાની ખેતીની જમીન ખાલી કરાવવાના વિવાદમાં થયેલ માથાકૂટમાં બે મહિલાએ ઝેરી દવા પી જતા ભારે હોબાળો મચી ગયો હતો, તેવામાં અંતે જમીનમાં ઘુસીને ડખ્ખો કરનાર બિલ્ડર સહિત ટોળા સામે છેડતી સહિતની ફરિયાદ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે,
આ અતિ વિવાદાસ્પદ પ્રકરણની મળતી વિગત મુજબ જામનગરના ખોજા બેરાજા ગામે ૮૦ વિઘા જમીન મામલે મેર પરિવારેઅને બિલ્ડર વગેરે વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે.ત્યારે બે દિવસ પહેલા આ જમીનમાં ૧૫ થી ૨૦ જેટલા શખ્સોએ પ્રવેશ કરીને ધાક-ધમકી સહિતની પ્રવૃતિ કરતા વેજીબેન અને શાંતાબેનએ ઝેરી દવા પીને આપઘાત કરવાનો પ્રયાસ કરતા જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા,જ્યાં પોલીસ દોડી જઈને ભોગ બનનાર મહિલાઓના નિવેદન નોંધવા સહિતની કાર્યવાહી હાથ ધર્યા બાદ અંતે પંચ-બી પોલીસમથક ખાતે તોડફોડ, ધમકી આપનાર વિરુદ્ધ ફરિયાદ નોંધવાની ફરજ પડી છે,
આ બનાવમાં અંતે ભોગ બનનાર વેજીબેન મોઢવાડિયાની ફરિયાદના આધારે ખોજા બેરાજા ગામે જમીનમાં પ્રવેશ કરી ડખ્ખો કરનાર જામનગરના બિલ્ડર જમન ફળદુ, ઇકબાલ, બહાદુરસિંહ, નિકુંજ ગઢવી સહિત ૧૫ થી વધુ અજાણ્યા શખ્સો વિરુદ્ધ છેડતીની કલમ ૩૫૪ તેમજ ૧૪૩,૧૪૪,૧૪૭,૧૪૮,૪૪૭ હેઠળ પંચ-બી પોલીસમથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે,અત્રે ઉલ્લેખનીય છે કે કરોડો રૂપિયાની ખોજા બેરાજાની જમીન પ્રકરણમાં કાનૂની વિવાદ ચાલી રહ્યો છે.જેમાં હાઇકોર્ટ દ્વારા પોલીસને કોઈ કાર્યવાહી કરવી નહીં તેવો આદેશ પણ કરાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.