Mysamachr.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં જલારામ મંદિર નજીક વસવાટ કરતી 22 વર્ષીય એક યુવતી દ્વારા તા. 13 નવેમ્બરના રોજ અમદાવાદમાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હસમુખ પારઘી સામે અહીંના પોલીસ મથકમાં અરજી કરવામાં આવી હતી. જે બાબતનું મનદુઃખ રાખીને હસમુખભાઈ પારઘી દ્વારા તેમને ફોન કરી અને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદી યુવતી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. મહત્વનું છે કે ફરિયાદ નોંધાવનાર યુવતીને ત્રણેક વર્ષ પૂર્વે પોલીસકર્મી હસમુખ સાથે મિત્રતા હતી જો કે વારંવાર નાની નાની વાતોમાં બન્ને વચ્ચે ઝઘડાને કારણે એકાદ વર્ષ પૂર્વે આ મિત્રતા એટલે કે ફ્રેન્ડશીપ પૂરી કરી નાખવામાં આવી હોવાનું જાહેર થયું છે.





