Mysamachar.in-પોરબંદર:
સૌરાષ્ટ્રમાં ગત વર્ષના છેલ્લા દિવસોમાં પોરબંદર,જુનાગઢ અને રાજકોટ વગેરે શહેરોમાં તાંત્રિક વિધિ તેમજ જ્યોતિષી વિધિના નામે કરોડો રૂપિયાની છેતરપીંડી આચરવામાં આવી હોવાના બનાવો સામે આવ્યા હતા,
જેમા પોરબંદરના રાણાવાવના યુવાનને ગુપ્તધન તમારા નસીબમાં છે,તેવી લાલચ આપીને સોનાની નકલી ઈંટો પધરાવીને ૧૧ લાખની છેતરપીંડીનો બનાવ બહાર આવ્યો હતો,
આ છેતરપીંડીના બનાવમાં પોરબંદરના રાણાવાવના યુવાનને જામનગરના જ્યોતિષી પરિવાર વિરુદ્ધ એક માસ પૂર્વે એસ.પી.ને ફરિયાદ અરજી કર્યા બાદ છેતરપીંડી આચરનાર જામનગરના જ્યોતિષી પરિવાર સામે પોરબંદરના કમલાબાગ પોલીસ મથકે સતવાર ફરિયાદ નોંધાઈ છે.
જ્યોતિષી વિધિના નામે પોરબંદર વિસ્તારના યુવાન સાથે બનેલ છેતરપીંડીના બનાવની વિગત એવી છે કે,રાણાવાવના નાગાજણભાઈ મોઢવાડીયાનો પોરબંદર રહેતા એક મિત્ર દ્વારા જામનગરના જ્યોતિષી હરસુખભાઇ ઉર્ફે હરુબાપુ લાબડીયાના સંપર્કમાં આવ્યો હતો,ત્યારબાદ હરસુખભાઇ ઉર્ફે હરુબાપુ વારંવાર જુદા-જુદા કામે પોરબંદર જતા હોવાથી નાગાજણભાઈ તેમણે મળતા હતા,
એક દિવસ નાગાજણભાઈને હરુબાપુએ કહ્યું કે, તમે બહુ જ ભાગ્યશાળી છો,તમારા લલાટ ઉપરથી તમને ગુપ્તધન મળશે તેવુ મારૂ જ્યોતિષજ્ઞાન કહે છે,તેવું જણાવીને રાણાવાવના આ યુવાનને વિશ્વાસમાં લઈને વિધિ કરવા માટે કટકે-કટકે ૧૧ લાખ જેટલી રકમ પડાવી લીધી હતી,આ બનાવથી જે તે સમયે ભારે ચર્ચા જાગી હતી,
રાણાવાવના આ યુવાને ૬ માસ સુધી ગુપ્તધન મળવાની લાલચમાં રાહ જોઈને બેઠો રહ્યો હતો,પરંતુ ગુપ્તધન ન મળતા નાગાજણભાઈને જામનગરના જ્યોતિષીને જાણ કરી કે,મને ગુપ્તધન મળ્યું નથી જેથી પૈસા પરત આપવા માંગણી કરી હતી અને હરુબાપુના દિકરાએ નોટરી લખાણ કરીને તા.૨૮/૧૧/૧૮ સુધીમાં પૈસા પરત આપવાનું જણાવ્યુ હતું,
ત્યારબાદ મુદ્દત વિતવા છતા પૈસા ન મળતા ફરીથી રાણાવાવના યુવાને હરુબાપુનો સંપર્ક કર્યો ત્યારે છેડતીની ફરિયાદ કરીને ફીટ કરી દેવાની હરુબાપુની પત્ની કાંતાબેન તેમનો પુત્ર આકાશે ધમકી આપીને રૂપિયા મળશે નહીં તેવું જણાવ્યુ હતું,
આથી આ અંગે ભોગ બનનાર રાણાવાવના નાગાજણભાઈએ પોરબંદર એસ.પી.ને ફરિયાદ અરજી કર્યા બાદ ગઇકાલે કમલાબાગ પોલીસ મથકે જામનગરના જ્યોતિષી પરિવાર એવા હરુબાપુ તેમના પત્ની કાંતાબેન, પુત્ર આકાશ વગેરે સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાવી છે,
આમ,જામનગરના જ્યોતિષી પરિવારની ધરપકડ કરવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે,ત્યારે ધરપકડ બાદ આ ટોળકીના વધુ કરતૂતો બહાર આવે તેમ છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.