Mysamachar.in-દેવભૂમિ દ્વારકા
ભાણવડમાં પદ્માવતી સોસાયટી ખાતે રહેતા અને ભાણવડ પોલીસ મથકમાં ગ્રામ રક્ષક દળ (જી.આર.ડી.) માં ફરજ બજાવતા તથા અરવિંદભાઈ મોહનભાઈ ચૌહાણના 26 વર્ષીય પુત્રી વિભૂતિબેન યોગેશભાઈ રાઠોડને તેણીના આઠેક વર્ષ પૂર્વે થયેલા લગ્નજીવન બાદ તેણીના ભાણવડના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા પતિ યોગેશભાઈ દયાળજીભાઈ રાઠોડ, સસરા દયાળજીભાઈ ખીમજીભાઈ રાઠોડ તથા સાસુ નંદુબેન ઉપરાંત રાજકોટ ખાતે રહેતા નણંદ રેણુકાબેન હિરેનભાઈ કણજારીયા દ્વારા અવારનવાર શારિરીક તથા માનસિક ત્રાસ આપી, તેણીને મેણા- ટોણા મારી, બિભત્સ ગાળો કાઢી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતા આ સમગ્ર બનાવ અંગે મહિલા પોલીસ મથકમાં ઉપરોક્ત ચારેય સાસરીયાઓ સામે આઈ.પી.સી. કલમ 498(એ), 323, 504, 506 (2) તથા 114 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.