Mysamachar.in-કચ્છ
ભુજના સુખપર-માનકુવા વચ્ચે આજે એસટી બસ અને બોલેરો કાર વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે, એસટી બસ અને બોલેરો ટકરાઈ જતા આ અકસ્માતમાં 4 થી 5 લોકોને સામાન્ય ઈજાઓ પહોચતા ઇજાગ્રસ્તોને 108 મારફતે ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે મોટી જાનહાની ટળી છે. અત્રે એ વાત ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં એસટી બસોના અકસ્માતોમાં ખુબ મોટો વધારો થયો છે જેનું ચિંતન સરકારે કરવાની જરૂર હોય તેમ લાગે છે.