Mysamachar.in-જામનગર:
હાલના સમયમા વરસાદની અનિયમિતતાઓથી સુકાતા અને ઉંડા તળના કારણે સર્જાતી કાયમની પાણી સમશ્યા નિવારવા જળસંચયનીતાતી જરૂર છે,.માટે રાજ્ય સરકાર પણ આ બાબતને ખુબ ગંભીરતા આપે છે તેમજ જળ સંચય માટે સુજલામ સુફલામ જળ અભિયાન ગામે-ગામ સઘન ચાલે તે માટે વારંવાર સુચનાઓ પણ જે-તે વિભાગોને અપાઈ છે,પરંતુ જામનગર જિલ્લામા ઉલટી ગંગા છે,અહી એક તો દરિયાકિનારાનો વિસ્તાર હોય જમીનમા ખારાશ વધે છે તેમજ ઓછાવતા જે કંઇ તળ છે,.એ બગડે છે અને ઉપરથી જળસંચયમાં શિથીલતા રહેતી હોય લગત નિંભર અધિકારીઓને કલેક્ટર રવિશંકરે ખખડાવ્યા હતા..કેમકે વરસાદી પાણી સંગ્રહ સિવાય કોઇ મહત્વનો વિકલ્પ પાણી ના તળ સજીવન રાખવા અને જમીનનો ભેજ જાળવવા તેમજ તળ બગડતા અટકાવવા બીજો કોઇ વિકલ્પેય નથી અને આ કામગીરી અનિવાર્ય જ છે.
તાજેતરની છેલ્લી પાણી સમિતિની મીટીંગ પુરી થઇ કે તુરંત જ જિલ્લા કલેક્ટરે સુજલામ સુફલામ જળ અભિયાન સમિતિનો રિવ્યુ પણ લગત અધીકારીઓ પાસેથી લીધો હતો,ત્યારે કલેક્ટર પણ ચોંકી ઉઠ્યા કે હાલ જિલ્લામા ૧૫૨માંથી માત્ર ૧૩ જ કામ જળસંચયના થયા અથવા પ્રગતિમા છે.! શરમજનક કહેવાય તેવી આ દસ ટકા જ કામગીરી અંગે જિલ્લા કલેક્ટરે લગત ઇજનેર અને નોડલ ઓફીસર બંનેને ખખડાવી નાંખ્યા હતા અને કહ્યુ કે તમે લોકો ધ્યાન જ નથી આપતા.એટલુ જ નહી કલેક્ટરે આવીજ ઝાટકણી અગાઉ પણ બે વખત કાઢી છે,.ત્યારે હવે ડી.ડી.ઓ. કક્ષાએથી આ બાબતે ગંભીરતા લેવાનુ શરૂ કરાયાનુ જાણવા મળતા થોડી આશા બંધાઇ છે.
લાચારી વ્યક્ત કરતા અધિકારીઓ…
જિલ્લા કલેક્ટરે ખખડાવ્યા તે અંગેની ગંભીર બાબતે લગત અધિકારીઓને પુછતા આ બાબતની પુષ્ટી કરી પરંતુ સાથે-સાથે લાચારી વ્યક્ત કરી કે લોકભાગીદારીના કામો થતા નથી..કેમ કે લોકો કે સંસ્થાઓ બહુ આગળ નથી આવતા તેમજ ખેડુતો માટી લેવા તૈયાર થતા નથી માટે આ જળસંચય અંતર્ગત તળાવ ,ચેકડેમ વગેરે કામો ઝડપી થઇ શકતા નથી આ કામો પંચાયત હસ્તકના છે અને ગ્રામ્ય વિસ્તાર માટે ખુબ જરૂરી છે,પરંતુ તંત્ર કરી શકતુ જ નથી હવે આ લાચારીની કલેક્ટરને વિગતવાર જાણ કરાઇ ન હોય ફરીથી કલેક્ટર પ્રોગ્રેસ માંગશે તો શુ જવાબ અપાશે? કે ફરી મોં વકાસી ને લગત અધિકારીઓ બેસશે?
દરિયાની ખારાશ અટકાવવા હાલ એકપણ કામ નહિ..
હાલારનો મોટાભાગનો વિસ્તાર દરિયાથી નજીક છે માટે જમીનમા ખારાશ પ્રસરતી જ જાય છે તે અટકાવવા દરિયાઈ વિસ્તાર પાસે બંધારા,રેકલેમેશન,કાંઠે ડેમ વગેરે સતત કરતા રહેવા જોઇએ પરંતુ અગાઉના વર્ષોમા થયેલા બેડ,જાંબુડા,સરમત,હડીયાણા,બાલંભા એમ જુજ કામોને બાદ કરતા હાલ ક્ષાર અંકુશ માટે કોઇ કામો ચાલતા નથી એ બાબતે તો કલેક્ટરે હજુ સ્પષ્ટતા માંગી નથી. વળી જે કામો થયા છે તેની ગુણવતા અંગે પણ અનેક સવાલ છે તે અતિ ગંભીર બાબત હોઇ ખરેખર જંગી નાણા ખર્ચવા છતા દરિયાઇ ખારાશ અટકતી હશે કે કેમ તે પણ શંકાપ્રેરક બાબત છે.