Mysamachar.in-જામનગર:
જામનગર સહિત સમગ્ર રાજ્યમાં કોરોનાના કેસો મળી રહ્યા હોય, જામનગરમાં પણ આ સંબંધે તંત્રની ગતિશીલતાને વેગ આપવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર કેતન ઠક્કરે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતિ અને તેની સામેની તૈયારીઓ અંગે વિસ્તૃત સમીક્ષા બેઠક યોજી હતી.
આ બેઠકમાં, કલેક્ટરે ઉપસ્થિત આરોગ્ય અધિકારીઓ પાસેથી જિલ્લામાં કોવિડની પ્રવર્તમાન સ્થિતિ, સંક્રમણ દર, અને હોસ્પિટલોમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે વિગતવાર જાણકારી મેળવી હતી. તેમણે RTPCR કીટની ઉપલબ્ધતા, કોવિડ પોઝીટીવ દર્દીઓનું હિસ્ટ્રી ટ્રેસિંગ, અને જિલ્લામાં કાર્યરત ઓક્સિજન પ્લાન્ટ્સની કાર્યક્ષમતા જેવી મહત્વપૂર્ણ બાબતો પર પણ ઝીણવટભરી ચર્ચા કરી માહિતી મેળવી હતી.સાથે જ જો કોવિડ અંગેના લક્ષણો જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અથવા આઇસોલેટ થવા અનુરોધ કર્યો હતો.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, અધિક કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, મેડિકલ કોલેજના એડિશનલ ડીન એસ.એસ.ચેટરજી, સર્વે જિલ્લા કક્ષાના આરોગ્ય અધિકારીઓ, મામલતદારો, તાલુકા આરોગ્ય અધિકારીઓ, અને તાલુકા વિકાસ અધિકારીઓ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
