Mysamachar.in:અમદાવાદ
રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ ઠંડીનો ચમકારો પણ યથાવત રહેશે. હવામાન વિભાગે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. જેમાં બનાસકાંઠા અને પાટણ જિલ્લામાંમાં વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીનું જોર ખુબ વધ્યું છે મહત્વનું છે કે, હવામાન વિભાગએ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, ઠંડીનો ચમકારો યથાવત રહેશે. તેમણે કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં અને ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં કમોસમી વરસાદ પડી શકે છે. મહત્વનું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તો કમોસમી વરસાદ ઉપરાંત હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં કોલ્ડવેવની આગાહી પણ કરી છે. મહત્વનું છે કે, 24 કલાકમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એપ્રોચ કરશે જેના કારણે કોલ્ડવેવ રહેશે. જોકે 24 કલાક બાદ 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં આંશિક રાહત મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 28 જાન્યુઆરીએ ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે. જોકે 28 જાન્યુઆરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ 29 જાન્યુઆરીથી 3 થી 4 ડિગ્રી તાપમાં વધતા ફરી ઠંડીમાં વધારો થશે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રના કેટલાક જીલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, ગીર સોમનાથ અને જૂનાગઢ કોલ્ડવેવની આગાહી કરાઇ છે. અને હજુ 15-20 દિવસ ઠંડીની તીવ્રતામાં ચઢ-ઊતર જોવા મળશે તેમ જાણવા મળે છે.