Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનની દિશા બદલાઇ છે. જેની અસરોથી રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો અનુભવાઇ રહ્યો છે. ગઇકાલ એટલે મંગળવારની રાતથી ઠંડીનો ચમકારો રાજ્યના કેટલાય શહેરોમાં વધ્યો છે. એવામાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો થતાં અને ક્રમશ ઠંડી વધશે.
પવનની દિશા બદલાતા ગુજરાતમાં હવેથી ઉત્તરના ઠંડા પવનો શરૂ થઇ ગયા છે, જેના લીધે રાજ્યમાં ઠંડીનું પ્રમાણ હવે ધીરે-ધીરે વધવા લાગ્યું છે. મોટા ભાગના શહેરોમાં મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો ચમકારો વધ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી બે દિવસ તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યમાં ઠંડીનું જોર વધશે.ગુજરાતમાં બે જ દિવસમાં ઠંડીનો પારો 15થી 16 ડિગ્રી થવાની શક્યતા રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન તાપમાનમાં ઘટાડો નોંધાશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી પંજાબથી કાશ્મીર સુધી પહોંચવા ઉપરાંત હિમાલયના બર્ફીલા પવનનું પણ રાજ્યમાં જોર વધશે તેવું અનુમાન સામે આવી રહ્યું છે.