Mysamachar.in-જામનગર:
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને જોતા વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ પર ભાર સરકાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો છે, અને ઓફલાઈન શિક્ષણ બંધ કરવાનો સરકારે નિણર્ય લીધો છે,એવામાં જામનગરના કેટલાક ટ્યુશન સંચાલકો રીતસરના વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે રમત રમી રહ્યા હોય તેમ લાગે છે, એક સપ્તાહમાં બીજી વખત જામનગર એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ ટીમના તોસીફખાન પઠાણ, મહીપાલસિંહ જાડેજા અને શક્તિસિંહ જેઠવાની ટીમે આજે બીજું જે ટ્યુશન ક્લાસ ચાલુ હાલતમાં ઝડપી પાડ્યું છે તે ભારે ચોકાવનારુ છે,
થોડા દિવસો પૂર્વે ડીકેવી કોલેજ પાસે ક્રોસ રોડ કોમ્પ્લેક્ષમાં આવેલ મેડીટ નામનું ટ્યુશન ક્લાસ ચાલુ હોય તેને પણ વિનંતીથી ટીમે બંધ કરાવ્યા બાદ આજે જી.જી હોસ્પિટલ નજીક એક કોમ્પ્લેક્ષમાં શટર બંધ કરી અને અને ગ્રેવીટી નામના ટ્યુશન ક્લાસના સંચાલકોએ બહારથી શટર બંધ કરી અને વિદ્યાર્થીઓને અંદર અભ્યાસ કરાવતા હોવાની માહિતી પરથી ત્યાં પહોચી હતી અને અહી પણ વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ટ્યુશન ક્લાસ બંધ કરાવવા વિનંતી કરતા ક્લાસ સંચાલકે વિધ્યાર્થીઓને છોડી દીધા હતા. જો કે ટ્યુશન કલાસીસ પર સરકારી વિભાગના સીધા જ નિયંત્રણો નથી એટલે અમુક તેનો ફાયદો લે છે તેવું જાણવા મળે છે.