Mysamachar.in-જામનગર:
“તેજસ્વીતા ચળકાવવા માટે પુરૂષાર્થથી “તપવુ” પડે, એ તપથી સિદ્ધી પ્રાપ્તિ થાય છે” તેવા આપણી સંસ્કૃતિના મુલ મંત્રને જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કુલ્સ નિત્ય સાર્થક કરે છે, ત્યારે તારીખ પાંચ મે ૨૦૨૫ના ગુજરાત ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ (ધોરણ ૧૨) બોર્ડની પરીક્ષાના પરીણામ જાહેર થયા તેમાં વધુ એક વખત બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓએ પ્રગતિના શિખરો સર કરતા શાળા સંચાલકો ચેરમેન અશોકભાઇ ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતાબેન ભટ્ટએ શ્રેષ્ઠ સફળતાને વરેલા સૌ વિદ્યાર્થીઓને સસ્નેહ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે.
જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના ધોરણ ૧૨ નાં વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં રાજ્ય કક્ષાએ ઝળક્યા છે જેમાં કોમર્સમાં એ-વન ગ્રેડમાં ૧૨ અને એ-ટુ ગ્રેડમાં ૪૯ તેમજ સાયન્સમાં એ-વન ગ્રેડમાં ૯ અને એ-ટુ ગ્રેડમા ૧૭ સ્ટુડન્સએ પ્રતિભા ઝળકાવી છે ત્યારે અહી અભ્યાસ દરમ્યાન બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના વિદ્યાર્થીઓને જ્ઞાનની પાંખો મળતા તેઓએ ઉચ્ચ સફળતાના ગગનમાં વિહાર કર્યો છે તેમ અભિપ્રાય જાણવા મળ્યા છે અને આ રીતે બ્રિલિયન્ટ હાઇસ્કૂલનુ ધોરણ ૧૨ કોમર્સ અને ધોરણ ૧૨ સાયન્સનું આ વરસનુ પણ દર વખતની જેમ સ્માર્ટ રીઝલ્ટ આવ્યુ છે.

આ તકે સંપર્કો દરમ્યાન એ પણ નોંધપાત્ર રીતે જાણવા મળ્યુ છે કે “બ્રિલિયન્ટ”ના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ છે અને બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ વિષે કહે છે કે ‘અમારી પસંદગી “બ્રિલિયન્ટ’ છે, દરમ્યાન સાડા ત્રણ દાયકાથી શિક્ષણ ક્ષેત્રે અવિરત પ્રગતિ કરતી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સ વિષે શિક્ષણવિદોનો એવો અભિપ્રાય છે, ભારતના ભાવિના ઘડતરનો શ્રેય જામનગરની બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂ્લ્સને છે , કેમકે બાળકો રાષ્ટ્રનું ભાવિ છેવઅને તે બાળકોનુ ઘડતર જે રીતે અહી થાય છે તે સરાહનીય છે,પ્રસંશનીય છે
દરમ્યાન બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મીતાબેન ભટ્ટ અને ચેરમેન અશોકભાઇ ભટ્ટ જણાવે છે કે સ્કૂલ્સની વ્યવસ્થા, વાતાવરણ,શિસ્તસભર માહોલ,શિક્ષણધામને છાજે તેવી રીતે ઉતરોતર વિશેષતાઓનો ઉમેરો, કેળવણીબદ્ધ શિક્ષકો,ઇતર પ્રવૃતિઓ, ભણતર સાથે ગણતર,નિયમિત ટેસ્ટ પ્રેક્ટીસ અને સૌ ની સહિયારી જહેમતથી બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલ્સના સ્ટુડન્ટસએ ધોરણ ૧૨ બોર્ડની પરીક્ષા ખૂબ જ આત્મવિશ્ર્વાસથી આપતા દર વખતની જેમ આ આ વખતે પણ શ્રેષ્ઠ પરીણામ પ્રાપ્ત થયા છે.

શિક્ષણની વાત કરીએ તો તે શબ્દનો વ્યાપ ઘણો મોટો છે તેમજ માહિતી અને જ્ઞાન બંને અલગ છે માટે અનુભૂત માહિતિ સાથે જીવન માં સંસ્કારનુ સિંચન થાય ત્યારે સમગ્ર પણે કેળવણી મેળવી ગણાય અને તે જીવનભરનો ક્રમ છે તેવી જ રીતે આપણી સંસ્કૃતિમા શિક્ષણ એક અનિવાર્ય પરંપરા છે જેનાથી બાળક ખરા અર્થમા શિક્ષીત બને છે જે માટે વાલીઓ અને ગુરૂઓની જહેમત હોય છે સાથે સાથે જીવનના અનેકવિધ આયામોમાં બાળકો સંસ્કાર અને કેળવણીના સથવારે નિત્ય સફળ રહે તે અભિગમ બ્રિલિયન્ટ ગૃપ ઓફ સ્કૂલના ચેરમેન અશોક ભટ્ટ અને એજ્યુકેશન ડાયરેક્ટર ઉસ્મિતા ભટ્ટ એ હંમેશા અમલમાં મુક્યો છે જેથી ભાવનાત્મક બાબતો અને આદર્શ તેમજ તેના મુલ્યોનુ પણ શિક્ષણ સાથે વિદ્યાર્થીઓમાં સિંચન થાય છે અને દરેક પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ માનસીક રીતે સજ્જ રહે તે રીતે વિશીષ્ટ ઢબે સર્વાંગી શિક્ષણ અહી અપાય છે તેમ એક સર્વેક્ષણમાં જાણવા મળ્યુ છે.
