Mysamachar.in-જામનગર:
રાજ્યનું ધોરણ 10નું બોર્ડ પરિણામ આજે સવારે જાહેર થયું. પરિણામ 82.56 ટકા છે અને ગત્ વર્ષે 2023માં આ પરિણામ 64.62 ટકા હતું. રાજ્યમાં સૌથી વધુ એટલે કે, 100 ટકા પરિણામ ધરાવતાં કેન્દ્રો 2 છે, દાલોદ અને તલગાજરડા. સૌથી ઓછું 41.43 ટકા પરિણામ તડ કેન્દ્રનું છે. જિલ્લામાં સૌથી વધુ પરિણામ ગાંધીનગરનું 87.22 ટકા અને સૌથી ઓછું પરિણામ 74.57 ટકા ધરાવતો જિલ્લો પોરબંદર છે. આ પરીક્ષાઓમાં ગેરરીતિઓના 400 કેસ થયેલાં. કુમારનું પરિણામ 79.12 ટકા છે અને કન્યાઓનું પરિણામ 86.69 ટકા છે.
જામનગર જિલ્લાનું પરિણામ 82.31 ટકા છે અને 640 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું પરિણામ 79.90 ટકા છે અને 137 પરીક્ષાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. જામનગર જિલ્લામાં સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર ધ્રોલ 90.96 ટકા છે. બીજા ક્રમે 85.31 ટકા સાથે જોડિયા કેન્દ્ર છે. જામનગર (દિગ્વિજય પ્લોટ) કેન્દ્રનું પરિણામ 85.04 ટકા છે. જામનગર શહેરનું પરિણામ 80.50 ટકા, જાંબુડા કેન્દ્રનું પરિણામ 79.50 ટકા, કાલાવડનું 78.16, જામજોધપુરનું 76.58 ટકા અને લાલપુરનું 75.99 ટકા પરિણામ જાહેર થયું છે. જામનગર જિલ્લામાં સૌથી ઓછું 72.88 ટકા પરિણામ સિક્કા કેન્દ્રનું રહ્યું છે.