Mysamachar.in:ગુજરાત:
CBSE બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની પરીક્ષાઓની તારીખો જાહેર કરવામાં આવી છે. પરીક્ષાની જાહેર કરવામાં આવેલી ડેટશીટ અનુસાર, 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂ થશે. ધોરણ 10 નું છેલ્લું પેપર 21મી માર્ચે અને ધોરણ 12 નું અંતિમ પેપર 5 એપ્રિલના રોજ હશે. આ બોર્ડ પરીક્ષામાં પ્રથમ વખત એવી જાહેરાત કરવામાં આવી છે કે, પરીક્ષાર્થીઓને પ્રશ્નપત્ર વાંચવા માટે વધારાનો પંદર મિનિટનો સમય ફાળવવામાં આવશે. ગત્ વર્ષે આ પરીક્ષાઓ એપ્રિલ-મે માસમાં યોજવામાં આવી હતી.






