Mysamachar.in-ભાવનગર:સુરેન્દ્રનગર:
ACB દ્વારા સૌરાષ્ટ્રના બે અલગ-અલગ જિલ્લાઓમાં ટ્રેપ કરીને બે લાંચિયા બાબુઓ સહિત ત્રણને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.
જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરવામાં આવે તો દજુભાઇ શીવાભાઇ જાદવ ,જે સર્કલ ઇન્સપેક્ટર તરીકે પાટડી મામલતદાર કચેરીમા ફરજ બજાવે છે.તેવોએ અશોકભાઇ રતુભાઇ જાદવ જે ખાનગી વ્યક્તી હોય તેની મદદથી આ કેસના ફરીયાદીના પિતાજીની સાથણીમા મળેલ જમીન ખાતે કરાવવા હુકમ કરી ઇ ધરામા નોંધ પડાવવા સર્કલ ઈન્સ્પેકટર દ્વારા રૂ. ૪ લાખની માગણી કરવામાં આવી હોય જે અંગે ACBમાં ફરિયાદ કરવામાં આવતા ACB દ્વારા લાંચ નું છટકુ ગોઠવવામાં આવ્યું હતું.જેમાં ૪ લાખ સર્કલ ઇન્સ્પેક્ટરે ખાનગી વ્યકિતને લઈ લેવા કહી લાંચ લેતા માંડલ ત્રણ રસ્તા માંડલ નજીકથી ACB ટીમે ઝડપી પાડ્યા હતા.
જ્યારે ACBના બીજા છટકાની વાત કરવામાં આવે તો ભાવનગરમાં તોલમાપ ખાતામાં ફરજ બજાવતા જુનીયર નિરીક્ષક મહેન્દ્રકુમાર ભગવાનભાઇ પ્રજાપતિ, આ કેસના ફરીયાદી કાનુની માપ વિજ્ઞાન (તોલમાપ) ખાતા દ્રારા વજન કાંટાઓ તથા વે બ્રીજ રિપેરીંગ કરવાના લાયસન્સી હોય તેઓ દ્રારા ચેક કરવામાં આવેલ વજન કાંટાઓના કમીશનના રૂા.૩૦ હજાર તોલમાપ ખાતાના જુનીયર નિરીક્ષકે લાંચ પેટે માંગતા ACBમા ફરીયાદ આપતા ACBએ લાંચનું છટકુ ગોઠવતા આરોપી જુનીયર નિરીક્ષક ફરીયાદીની દુકાને જઇ ૩૦ હજાર લાંચની લેતા ઝડપાઇ ચૂક્યો હતો.
આમ રાજયમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો વચ્ચે ભ્રષ્ટાચાર ફૂલીફાલી રહ્યો હોય તેમ રોજબરોજના ACBના સામે આવી રહેલા કેસો પરથી લાગી રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.