Mysamachar.in-અમદાવાદ
તસ્કરો ભેગા મળીને ચોરી કરતા માટે તેની ગેંગ હોય છે, અને ગેંગ હોય તે ચોક્કસ નામોથી ઓળખાતી હોય છે, પણ તમે ક્યારેય ચીપકલી ગેન્ગનું નામ સાંભળ્યું છે, તમે ચીપકલી ઘરમાં જરૂર જોઈ હશે પણ તે જે રીતે દીવાલમાં ચીપકી રહે તેમ જ એક ગેંગ પોલીસને હાથ લાગી છે, જે ચીપકલી ગેંગ દીવાલોમાં ચઢી જાય અને ચોરીને અંજામ આપતા હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની કાલુપુર પોલીસે એવી ગેંગ પકડી પાડી છે જેનું નામ ‘ચીપકલી ગેંગ’ છે. હવે સહેજ એવો વિચાર આવે કે ચીપકલી ગેંગ નામ કેમ…? તેનું કારણ છે કે આ ગેંગના સભ્યો જેમ ગરોળી દીવાલ પર ચઢી જાય તેમ ચઢી જતા હતા અને ઘરમાં ચોરી કરવા માટે ઘૂસી જતા હતા.
પોલીસે આંતરરાજ્ય ગેંગના ત્રણ લોકોને પકડી કાલુપુરમાં એક સાથે થયેલી પાંચ દુકાનની ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. કાલુપુર પોલીસે બાતમી આધારે ત્રણ લોકોની ચોરીના ગુનામાં ધરપકડ કરી છે. આરોપી નૂર મહોમદ શેખ, સલમાન ખાન શેખ અને મુશરફ ઉર્ફે હાડો શેખ ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશના રહેવાસી છે. આરોપીઓએ તાજેતરમાં જ કાલુપુર વિસ્તારમાં પાંચેક દુકાનોમાં પાંચેક લાખની ચોરી કરી હતી. આ ચોરીનો મુદ્દામાલ લઈને ભાગે તે પહેલા જ આરોપીઓની કાલુપુર પોલીસે ધરપકડ કરી તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે.
પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે જે તે જગ્યાની રેકી કર્યા બાદ ચોરી કરવા માટે દીવાલ પર ક્યાંથી ચઢી શકાશે અને જે તે મકાન કે દુકાનમાં ઘૂસી શકાશે તેનો પ્લાન બનાવતા હતા. આટલું જ નહીં પ્લાન મુજબ ચોરી કરવા જતા પહેલા અનેક દિવસો સુધી અવાવરું જગ્યાએ રોકાતા હતા. બાદમાં ચોરી કરવા જાય ત્યારે છીપકલી એટલે કે ગરોળીની માફક દીવાલો પર ચઢીને ચોરી કરી લેતા હતા. આરોપી નૂર મહોમદ શેખ સામે 21 ગુના, સલમાન ખાન શેખ સામે 10 અને મુશરફ ઉર્ફે હાડો શેખ સામે બે ગુના નોંધાયા છે. ત્રણેય આરોપીને અન્ય રાજ્યોની પોલીસ પણ આરોપીઓ શોધી રહી હતી. ત્યારે અમદાવાદ પોલીસને હાથ લાગ્યા છે.