My samachar.in:-દેવભૂમિ દ્વારકા
આપણા સમાજમાં હજી પણ કાયદાથી અજાણ હોય કે હેતુસર બાલ લગ્ન કરાવવામાં આવે છે. પરંતુ બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત સ્રી બાળકના 18વર્ષ પુર્ણ કર્યા પહેલા અને પુરૂષ બાળકના 21વર્ષ પુર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામાં આવે તો તેવા લગ્ન આ અધિનિયમ મુજબ બાળલગ્ન છે. જે બિન જામીનપાત્ર ગુનો બને છે અને આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે, મદદગારી કરે, ભાગ લે, તે દરેક વ્યક્તિઓ આ અધિનિયમની કલમ 9, 10 અને 11(1),(2) અન્વયે 2વર્ષની સખત કેદની સજા અને રૂ. 1 લાખ સુધીનો દંડ થઇ શકે છે. જેથી દેવભુમિ દ્વારકા જિલ્લાના આપના વિસ્તાર, ગામ, કે ફળીયામાં, જો કોઇ બાળલગ્નનું આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા આપના નજીકના પોલીસ સ્ટેશને અથવા ચાઇલ્ડ લાઇન 1098પર સંપર્ક કરવા જોઈએ આપના દ્વારા આપવામાં આવેલ માહિતી/આપનારની ઓળખ સંપુર્ણ ગુપ્ત રાખવામાં આવશે તેવી ખાતરી પણ આપવામાં આવે છે.