Mysamachar.in-સુરત
રાજ્યના મુખ્યમંત્રી વિજયરૂપાણીની પદપ્રતિષ્ઠા અને ગરીમાને હાની થાય તેવી એડિટીંગ વીડીયો કલીપ બનાવીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરનારને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટિમે દબોચી લીધો છે. સુરતના આ યુવકની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરત પોલીસ ટેકનીકલ ટીમ સોશ્યલ મીડીયામાં મોનીટરીંગ કરી રહેલ તે દરમ્યાન ઇન્ટાગ્રામ એપ્લીકેશના આઇ.ડી. gujju_smaily ના યુજર દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીની પદ, પ્રતિષ્ઠાને હાની થશે તેવું જાણવા છતા મુખ્યમંત્રીની એક વીડીયો કલીપ વાયરલ કરી હતી. વીડીયો કલીપમાં મુખ્યમંત્રીનો ફોટો એક ઓડિયો કલીપ સાથે એડીટીંગ કરી બનાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું,
જે અંતર્ગત સુરત ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આ મામલે તપાસ કરતા આ વિડીયો સુરતમાં માનસી ફલેટસ, કોઝવે રોડ, સીંગણપોર ચાર રસ્તા પાસે રહેતા કિશન અરવીંદભાઇ રૂપાણી નામના યુવાને બનાવ્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તાત્કાલિક આ યુવાને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેણે સોશ્યલ મીડીયાનો દુરઉપયોગ કરતા તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી તેની પૂછપરછ કરતા યુવાને કરેલ ગુનાની કબૂલાત કરતા પોલીસે આ યુવાની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.