Mysamachar.in-ગાંધીનગર:
આજે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે રાજ્યની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને વિકાસ કામો માટે ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ સહીત સૌ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે તાજેતરમાંજ રાજકોટ ગેમઝોનમાં બનેલ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતા સાથે હવે કેવી સાવચેતીઓ રાખવા સહિતની બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે…
રાજકોટ ઘટના બાદ એવુ લાગ્યું કે આપણાથી ક્યાંકને ક્યાંક કોઇ ભૂલ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીંદગી હોવી જોઇએ..વિકાસની પાછળ આપણે દોટ મુકીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે… તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તનના થાય તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે.. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે..,રાજકોટની ઘટના પછી વિચારવું પડે કે કયા ભૂલ થાય છે ? માણસનો જીવ સૌથી મહત્વનો છે. તેની માટે કોઈ જ પ્રકારનું સમાધાન કોઈ પણ પક્ષે ના થવું જોઈએ.