Mysamachar.in-જામનગર:
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ગતસાંજે ગાંધીનગર બસ મથકની સ્વચ્છતા-સફાઈનું નિરીક્ષણ કર્યુ હતુ. તેમજ કંટ્રોલ રૂમ અને ટીકિટ વિન્ડોની કામગીરી ઝીણવટ પૂર્વક નિહાળી અને બસ મથકમાં મુસાફરો સાથે વાતચીત કરીને તેમને મળતી સુવિધાઓની વિગતો પણ મેળવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કોઈપણ પૂર્વ નિર્ધારીત કાર્યક્રમ વિના અચાનક જ ગાંધીનગરના મુખ્ય બસ મથકે પહોંચ્યા હતા અને મુસાફરો, સામાન્ય નાગરિકો તથા એસ.ટી. બસ મથકમાં ફરજ પરના કર્મચારીઓ સાથે સંવાદ કરીને જાણકારી મેળવી હતી.
આ વાત જોતજોતામાં સમગ્ર રાજ્યમાં એસટી વિભાગમાં ફેલાઈ ગઈ એટલે જ જામનગર એસટી ડેપો જે કાયમી ગંદો ગોબરો જોવા મળે છે ખખડધજ તો છે જ…તે ડેપોમાં આજે સવારે તસ્વીરો લેવામાં આવી ત્યારે જાણે રાતોરાત કોઈ ચમત્કાર થયો હોય તેમ ડેપો સ્વચ્છ જોવા મળ્યો હતો અને આજે અહી દૈનિક મુસાફરી કરવા આવતા મુસાફરો પણ આટલો ચોખ્ખો ડેપો જોઈ અને આશ્ચર્યમાં પડી ગયા હતા,.તો કોઈ કહેતું હતું કે મુખ્યમંત્રી સાહેબ ગઈકાલે ગાંધીનગર ડેપો ચેક કરવા ગયા તેની અસર અહી પહોચી છે નહિતર અહીના ડેપોની તો બધાને ખબર જ છે.(તસ્વીર:અમરીશ ચાંદ્રા)