Mysamachar.in-ગાંધીનગર:
રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદને પગલે સરકાર પણ સતત સતર્ક થઇ અને સ્થિતિ પર નજર રાખી રહી છે, એવામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યના ભારે વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે જશે.આજે બપોરે 1:30 વાગ્યે હવાઇ માર્ગે :મુખ્યમંત્રી રવાના થશે. મુખ્યમંત્રી તેમના હવાઈ નિરીક્ષણમાં બોડેલી, રાજપીપળા અને નવસારીના વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કરશે. ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવશે અને જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન પુરૂં પાડશે.