Mysamachar.in-જામનગર:
જામનગરમાં છેતરપીંડી અને વિશ્વાસઘાતના કિસ્સાઓ અન્ય ગુન્હાઓ સાથે સતત વધી રહ્યા છે, એવામાં જામનગરના એક વેપારીને ખેત ઉત્પાદનની જણસોના લે વેચ સહિતના સોદાઓ કરી અને પૈસાની ચુકવણી ના કરનાર રાજકોટ ખાતે વસવાટ કરતા પિતાપુત્ર સહીત ત્રણ ઈસમો સામે પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડી વિશ્વાસઘાત બોગસ ડોક્યુમેન્ટ બનાવવા સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધાયો છે જેની જાહેર થયેલ વિગતો એવી છે કે
જામનગર શહેરના પારસ સોસાયટીમાં વસવાટ કરતા હિરેનભાઇ વિજયભાઇ કોટેચા જામનગરના હાપા માર્કેટીંગ યાર્ડ રોડ,સેન્ટ્રલ વેરહાઉસની સામે, પોતાનો વ્યવસાય ચલાવે છે તેમનો સંપર્ક થોડા સમય પૂર્વે હેમંત મોહનભાઇ દાવડા, રવી હેમંતભાઇ દાવડા રહે-બન્ને રાજકોટ, જલારામ-02, ઇન્દીરા સર્કલ, સામે થયો હતો અને આ પિતા પુત્રએ ફરીયાદી હિરેન કોટેચા સાથે અલગ અલગ સમયે ખેત ઉત્પાદનની જણસોની વહેચાણ અને ખરીદીના સોદા કરેલ અને આ લે-વહેચના સોદાઓ દરમ્યાન ફરીયાદી હિરેનભાઈને આજદિન સુધી કુલ અગીયાર કરૉડ,અઢાર લાખ,અઠીયાવીસ હજાર,ચારસો ત્રેસઠ રૂપીયા લેવાના નિકળતા હોય જે રૂપીયાની ફરીયાદી હિરેન કોટેચાએ વારંવાર ઉઘરાણી કરતા તે નીકળતી લેણી રકમ ચુકવતા ન હોય અને અંતે પલક કીરીટભાઇ રૂપારેલ રહે-રાજકોટ,જલારામ-2, ઇન્દીરા સર્કલ પાસે, ફરીયાદી હિરેનને વોટ્સેપમા પાંચ કરોડ અઠયાવીસ લાખ છવીસ હજાર એકોતેર રૂપીયા આર.ટી.જી.એસ. થી જમા કરાવેલ છે એવી ત્રણ પોહચો અને ખોટુ બેન્ક સ્ટેટમેન્ટ ફરીયાદીને મોકલી દીધા હતા જે ખરાઈ કરતા બોગસ હોવાનું સામે આવ્યું હતું.
આમ ત્રણેય આરોપીઓએ હિરેન કોટેચાની લેણી નિકળતી રકમ તેને ના ચુકવવાના ઇરાદે વિશ્વાસઘાત અને છેતરપીંડિ અને ઠગાઇ કરવાના ઇરાદે ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને ફરીયાદીના બેન્ક ખાતામા નાણા મોક્લ્યા અંગેની ખોટી પહોચ બનાવી ત્રણે આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ફરિયાદી હિરેન કોટેચા સાથે કુલ રૂ.11,18,28,463 રૂપીયાની છેતરપીંડી વિશ્વાસઘાત કર્યા અંગેની ફરિયાદ પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાતા પ્રોબેશનલ IPS અજય મીણા દ્વારા સમગ્ર મામલાની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.