Mysamachar.in-જામનગર:
જામનગર મહાનગરપાલિકા અને ગેરકાયદેસર બાંધકામનો જુનો સબંધ ચાલ્યો આવ્યો છે.પૈસા ફેંકો અને રજાચીઠી મેળવવાના અનેક પ્રકરણો ભૂતકાળમાં પોલીસ અને એસીબીને ચોપડે ચઢી ચુક્યા છે,અને ગત વિધાનસભની ચુંટણી સમયે તો એક નેતા અને પૂર્વ અધિકારીની ભાજપ કાર્યાલય બંધાવી આપવા અંગેની કથિત ઓડિયો ક્લીપ પણ બહાર આવી હતી.જેને સારી એવી ચર્ચાઓ પણ સમગ્ર રાજ્યમાં જગાવી હતી,
જામનગરમાં ગેરકાયદેસર બાંધકામ એક-બે નહી ઝુંડમાં થવા,મંજુરીથી વધુ માળ થઇ જવા,રીનોવેશનની મંજુરીમાં નવુ બાંધકામ થઇ જવુ, ઇમ્પેકટમાં ન આવે તેવી પણ મંજુરીઓ (જેમકે પાર્કીગમાં બાંધકામ માન્ય કરી દેવું) આપવી વગેરે બાબતો કંઇ નવી બાબત નથી તેવામાં ગેરકાયદેસર બાંધકામના મોટા પ્રકરણો જેમાં મોટા માથાઓ જોડાયેલા હોય તેવા હવે આળસ મરડી રહ્યા છે..એક સરકારી મીનીટસનો આધાર લઇએ તો જામનગર નગરસીમમાં એક જગ્યા ખેતી ઝોનમાં હોવા છતાં રહેણાંક હેતુ માટે ના લે-આઉટ પ્લાન મંજુર કરી સોએક જેવા ફલેટની મંજુરી અપાયેલ છે..ઘણા બહુમાળી મકાનોના બાંધકામ પ્લાનમાં નિયમોના છડે ચોક ભંગ થયા છે અને મંજુરી અપાઇ છે..
ગુલાબનગર નજીક એક વિસ્તારમાં 9 મીટરના રોડ પરના પ્લોટને 30 મીટરના રોડ ઉપરનો પ્લોટ ગણીને-ગણાવીને ઉપરના બે માળમાં કોમર્શીયલ બાંધકામની ગેરકાયદેસર મંજુર આપેલ છે,આ અંગે નામદાર કોર્ટમાં કેસ ચાલે છે, જાડાએ અગાઉ જે અધીકારો જામનગર મહાનગરપાલીકાને સુપરત કરેલ છે તેનો દુરૂપયોગ કરીને સરકારને મંજુર કરેલ વિકાસ યોજના તથા જોગવાઇઓની વિરૂઘ્ધ મંજુરી આપવામાં આવી છે તેની તપાસ થવી જોઇએ.તેવી પણ એક સામાજિક કાર્યકરે માંગ કરી છે.
કલેકટરે બીન ખેતી અરજી નામંજુર કરી હતી બાદમાં તેમ છતા લે આઉટ મંજુર થયેલા હતા સમગ્ર મામલે કમીટી ચેરમેને બોર્ડમાં સમગ્ર ખુલાસો કરવાની વાત રજુ કરેલી પરંતુ બોર્ડમાં ખુલાસો થયો નહી તેમજ સતામંડળને અપાયેલો જવાબ પણ અયોગ્ય હતો.
‘ખેલ’ પાડનારએ હાલ પણ ‘એક’ સ્થાન જાળવી રાખ્યું
ગેરકાયદેસર તમામ મંજુરીઓ અને બાંધકામ તથા મોટા પ્રોજેકટ માટેની બીજી ઇનીંગ્સમાં ભરપુર રીતે જાળવી રાખનાર અનેક નેતાઓને પ્રલોભન આપી હાથ-પગ જોડી ‘એક’ સ્થાન જાળવી રાખ્યુ છે,જેથી આ તમામ ગે.કા. મંજુરીઓ અને બીજી અનેક પ્રકરણો ખુલ્લા ન પડે તેવું અમુક રાજકીય કાર્યકર્તાઓમાં ચર્ચાય છે..જે અધીકૃત નથી.