Mysamachar.in-અમદાવાદ:
આ વર્ષે સમગ્ર ગુજરાત રાજ્યમાં દરેક ઋતુમાં મોટાભાગે મિશ્રઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે, એવામાં વધુ એક વખત આવતીકાલ ધૂળેટી અને પરમ દિવસ એમ બંન્ને દિવસ કમોસમી વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે, એક તરફ રાજ્યમાં હોળીના તહેવારોના કારણે ઉલ્લાસનો વાતાવરણ છવાયેલું છે ત્યારે હવામાન વિભાગની એક આગાહીના કારણે ખેડૂતોનાં તહેવાર બગડે તેવી વકી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 10-11 માર્ચના રોજ આશરે 8 જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે. કેહવાય છે કે રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાની આગાહીના પગલે ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
આ સાયક્લોનિક સર્કયુલેશનની અસરના કારણે રાજ્યના બનાસકાંઠા, કચ્છ, દ્રારકા, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર જિલ્લામાં વરસાદ વરસી શકે છે. જો કમોસમી વરસાદ પડે તો ઘઉ, બાજરી કપાસ સહિતના પાકને પણ નુકશાન થયું હતું ત્યારે હવે ફરી કમોસમી વરસાદની આગાહીથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.અને લોકોને પણ માવઠા ને કારણે મુસીબત સહન કરવાનો વારો આવી શકે છે.