Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પતિના ત્રાસથી તંગ આવી ગયેલ એક પરિણીતા તેમના માવતરે રીસામણે રહેતી હતી અને તેને કે તેના પુત્રને પતિ વર્ષો સુધી મળવા ના આવતા થોડા સમય પૂર્વે તેણીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવતા મૃતક મહિલાનો પુત્ર મામા સહિતના પિયર પક્ષ પાસે રહેતો હોય ત્યાંથી તેનું અપહરણ પોલીસકર્મી પિતા સહીત ત્રણ ઇસમોએ કર્યા અંગેની ફરિયાદ ખંભાળિયા પોલીસ મથકમાં નોંધાઈ છે તેની વિગતો એવી છે કે..
ખંભાળિયા શક્તિનગર બંગલા વાડીમાં વસવાટ કરતા જયદીપસિંહ કનકસિંહ પરમારે જાહેર કરેલ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે તેમની બહેન શીતલબાના લગ્ન વર્ષ 2017 માં જયદતસિંહ સતુભા વાધેલા રહે,ઓઢવ, હરભોલેનાથ સોસાયટી, અમદાવાદ સાથે થયેલ હતા અને અને તેના પતિ અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ છે, લગ્ન પછી પતિ દુખત્રાસ આપતા હોય શીતલબા ખંભાળિયા તેના પિતાના ઘારે રીસામણે આવેલ ત્યારે તે ગર્ભવતી હતી જે બાદ તેને પુત્રનો જન્મ થયેલ
પત્ની રીસામણે આવ્યા બાદ પતિ જયદતસિંહ સતુભા વાઘેલા ક્યારેય તેના દીકરા કે તેની પત્નીને મળવા આવેલ નહી જેથી બહેન અને ભાણેજ મિતરાજસિંહ વાઘેલાનો ઉછેર પિયર પક્ષ દ્વારા કરવામાં આવતો હતો દરમિયાન શીતલબાને તેનો પતિ તેડવા ન આવતા મનમાં લાગી આવવાથી તા.14/01/2024 ના રોજ આત્મહત્યા કરી જીવન ટૂંકાવી લીધું હતું અને તેનો પુત્ર એટલે કે ફરિયાદીનો ભાણેજ મિતરાજસિંહ વાઘેલા તેની સાથે રહે છે.
એવામાં ગત સાંજના સુમારે મિતરાજસિંહ વાઘેલા માટે નાસ્તો લેવા નગરનાકા ચોક પાસે મામા ભાણેજ ગયેલ અને ત્યા નાસ્તો લઈ ભાણેજ મીતરાજસિંહ બન્ને બાઈક પર ઘરે બગલાવાડીમાં જતા હતા ત્યાં એક ટાટા નેકસોન સફેદ કલરની કાળા કાચ વાળી ગાડી ત્યાં ઉભી હતી અને તેમાંથી એક અજાણ્યો ઇસમ ગાડીમાં નીચે ઉતરી કહેલ કે પોષ્ટ ઓફીસ ક્યા છે, ફરિયાદી તેને કાઈ જવાબ આપે તે પૂર્વે જ કારમાંથી અજાણ્યો ઇસમ અને ફરિયાદીના બનેવી જયદતસિંહ સતુભા વાધેલાએ નીચે ઉતરી ભાણેજ મિતરાજસિંહ વાઘેલાને બળજબરી તેની કારમાં બેસાડી અને અપહરણ કરીને લઇ ગયેલ ત્યારે ફરિયાદી જયદીપસિંહે તેના ભાણેજને બચાવવા અનેક પ્રયાસો કરેલ પણ ગાડીમાં આવેલ ઇસમોએ ગાડી હંકારી દેતા આખરે જયદતસિંહ સતુભા વાઘેલા અને બે અજાણ્યા ઇસમોએ ફરિયાદી જયદીપસિંહના ભાણેજનું બળજબરીથી અપહરણ કરી લઇ ગયા સબબની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.