Mysamachar.inઅમદાવાદ
અમદાવાદ ગ્રામ્ય LCBને હાથ ચડીબનિયાનધારી ગેંગ હાથ લાગી છે, ઘરફોડ ચોરી કરતી ચડ્ડી-બનિયાનધારી ગેંગના સાગરીતોની ધરપકડ કરી પોલીસે 30થી વધુ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે, ઝડપાયેલા સાતેય આરોપીઓ અગાઉ પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ઘરફોડ ચોરીને અંજામ આપી ચૂકયા હોવાની કબૂલાતને પગલે પોલીસે વધુ ગુનાના ભેદ ઉકેલાય તે દિશામાં તપાસ શરૂ કરી છે. ઝડપાયેલા ગેંગ પાસેથી ચોરીનો પાંચ લાખથી વધુનો મુદ્દામાલ અને એક રિવોલ્વર પણ પોલીસે મુદામાલ તરીકે કબજે કરી છે. ચડ્ડી-બનિયાનધારી ગેંગે ઘરફોડ ચોરી કરી રાજ્યભરમાં તરખાટ મચાવ્યો હતો.
છેલ્લા બે વર્ષમાં 30થી વધુ ગુનાને અંજામ આપી ચૂકેલી ચડ્ડી-બનિયાનધારી આખરે પોલીસના હાથે આવી છે ગેંગનો મુખ્ય સૂત્રધાર શૈલેષ ઉર્ફે શેલો કટારા ઉંમરમાં ભલે નાનો હોય પરંતુ ઘરફોડ ચોરી કરવામાં એટલો જ ચાલક અને માસ્ટર માઈન્ડ છે. તેમ છતાં પણ લાંબો સમય સુધી પોલીસ પકડથી દૂર નથી રહ્યો. ગેંગના સાતેય આરોપીઓને પોલીસે ઝડપી લીધા છે.
ચડ્ડી-બનિયાનધારી ગેંગની ઘરફોડ ચોરી માટે અનોખી જ મોડેસ ઓપરેન્ડી હતી. જેના માટે ગેંગના સાગરિતો પહેલેથી જ સજ્જ રહેતા અને રેકી કરેલા સ્થળ ઉપર પોતાનો વેશ ધારણ કરી હથિયારથી સજજ થઈને ચોરીના ગુનાને અંજામ આપતી. એટલું જ નહીં પરંતુ ઘરફોડ ચોરી દરમિયાન કોઈ જાગી જાય અથવા પ્રતિકાર કરે તો તેમને ઈજા પહોંચાડી અને ફરાર પણ થઇ જતા. હાલ તો આ ગેંગે છેલ્લા એક વર્ષમાં રાજકોટ, હિંમતનગર, સુરત, ખેડા સહિત અન્ય જિલ્લાઓમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત કરી છે. અને 30 થી વધુ ગુનાને અંજામ આપ્યો હોવાની હકીકત સામે આવતા પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે. આ ગેંગે તાજેતરમાં જ રાજકોટ માં એક ફેક્ટરીનું શટર તોડીને રિવોલ્વર પણ ચોરી કરેલી અને છ કારતૂસ પણ ચોરી કરેલા જે પોલીસે કબ્જે કરી સીસીટીવી ફૂટેજ આધારે અન્ય ગુનાના ભેદ ઉકેલવા તપાસ શરૂ કરી છે.