Mysamachar.in:ગુજરાત
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ત્રણ વાગ્યે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સંબંધે બેઠક યોજવાના છે જેમાં વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી ગુજરાતનાં આઠ જિલ્લાનાં સાંસદો અને છ જિલ્લાનાં ધારાસભ્યો જોડાશે પરંતુ એ પહેલાં, અત્યારે એક વાગ્યે તેઓએ દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે એક પત્રકાર પરિષદ સંબોધી હતી. પત્રકાર પરિષદમાં અમિત શાહે જણાવ્યું હતું કે, અગાઉનાં વર્ષોમાં સંકટ સમયે રાજય સરકારની માંગણી પછી કેન્દ્રમાંથી NDRFની ટીમો મોકલવામાં આવતી હતી. છેલ્લાં કેટલાંક વર્ષોથી કેન્દ્ર સરકારે સંકટ સંબંધે પ્રો એક્ટિવ પગલાંઓ લીધાં છે. પોલિસી લેવલના નિર્ણયોને અમલમાં મૂકવા જરૂરી કાર્યવાહી કરવામાં આવી છે.
આ ઉપરાંત તેઓએ કહ્યું કે, પાછલાં કેટલાંક વર્ષો દરમિયાન કુદરતી આપતિઓની સંખ્યા અને તીવ્રતા વધી છે. જેને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે નાણાંકીય ફાળવણી વધારી છે. રાહત અને બચાવ કામગીરી મોટાપાયે હાથ ધરવામાં આવે છે. ઓલઓવર સમગ્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ કામગીરીને મજબૂત બનાવવામાં આવી છે. તેઓએ હાલની ગુજરાતની સ્થિતિ અંગે પણ કહ્યું હતું કે, સંભવિત સંકટ સમયે સજ્જતા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.






