Mysamachar.in:જામનગર:
આપણી બેદરકારી જ ક્યારેક આપણને પરેશાન કરી દે છે, આવો જ એક કિસ્સો જામનગર જીલ્લાના કાલાવડમાં સામે આવ્યો છે, જીવનભાઇ રવજીભાઇ સાંગાણી જેવો વ્યવસાયે ખેડૂત છે, અને કાલાવડના નવાપરા વિસ્તાર, નાની વાવડી ગામ ખાતે વસવાટ કરે છે તેવોંએ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ જાહેર કરી છે કે ગતરોજ બપોરના સાડા અગીયારેક વાગ્યાના અરસામાં જીવણભાઈએ 5.30 લાખની રોકડ ઉપાડી અને બાદમાં સિવિલ હોસ્પિટલ નજીક આવેલ ગેરેજ પર પોતાની ગાડીમાં કોઈ રીપેરીંગ કામ કરાવતા હતા અને તે દરમિયાન તેવોએ બેન્કમાંથી ઉપાડેલ પૈસા તેના બાઈકની પતરાની ડીકીમાં રાખ્યા હતા,.
તેમની ગાડી રીપેરીંગ થતી હતી તે દરમિયાન તેના કાકાના દીકરા સાથે ત્યાં 15 મિનીટ સુધી વાતચીત કર્યા બાદ તેની ગાડી રીપેરીંગ થઇ જતા તેવો તેમના ઘર તરફ જવા રવાના થયા ત્યારે ગાડીની ડીકીમાંથી અવાજ આવતા તેવાઓએ ચેક કર્યું તો તેમાંથી તેવોએ બેંકમાંથી ઉપાડેલ રોકડ જોવા મળી નહોતી જેથી તેવોં ફરીથી ગેરેજ ગયા અને ગેરેજ નજીક આવેલ ખોળ કપાસની એક દુકાનમાં ચેક કરતા તેના સીસીટીવીમાં એક ટોપી પહરેલ એક શખ્સ તેની બાઈકની ડીકીમાં બ્લુ કલરની કોથળીમાં રાખેલ પૈસાની થેલી ચોરી કરતો જોવા મળતા આ મામલે કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરતા પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરુ કરી છે.
આમ ખેડૂત જીવણભાઈએ પોતાની મોટર સાયકલ નંબર-જી.જે-03-ડી.એસ.-3330 ની પેટી(ડેકી) મા બ્લુ કલરની થેલીમા રાખેલ બેન્ક ઓફ બરોડામાથી ઘીરાણના ઉપાડેલ રોકડા રૂપીયા 5,30,000 તથા બેન્ક ઓફ બરોડાની ચેક બુક તથા એકસીસ બેન્કની ચેકબુક ની ચોરી થયા સબબનો ગુન્હો નોંધાવ્યો છે.