Mysamachar.in-કચ્છ:
કચ્છ ભુજના કુકમા ગામ પાસે 5 તારીખનાં સર્જાયેલ અકસ્માતનો સીસીટીવી વિડિઓ સામે આવ્યો છે, જેમાં એસટી બસે વાહનો રાહદારીઓને અડફેટે લીધા હતા અને આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત પણ નીપજ્યા હતા, આ સીસીટીવી વીડિયોમાં પુરપાટે આવી રહેલી એસટી બસ જોઈ શકાય છે.મહત્વનું છે કે આ અકસ્માતમાં કુલ 7 લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા તેમાંથી એક વ્યક્તિનું ઘટનાસ્થળ પર જયારે અન્ય બે વ્યક્તિઓના સારવાર દરમિયાન મોત થયા હતા. આ બનાવમાં બસ ચાલક ડ્રાઈવરની પોલીસ દ્વારા અગાઉ ધરપકડ સહિતની જરૂરી કાર્યવાહી પણ કરી લેવામાં આવી હોવાનું જાણવા મળે છે.