Mysamachar.in-સુરત
આજના સમયમાં લોકો ખિસ્સામાં વધુ રોકડ રકમ રાખવાને બદલે બેંક ખાતામાં રકમ જમા રાખી અને જરૂર પડ્યે ATM સેન્ટર પરથી જરૂર મુજબના નાણા ઉપાડે છે, ત્યારે આવા લોકો જે ATM સેન્ટર પર નાણા ઉપાડવા જાય છે તેને ટાર્ગેટ બનાવી છેતરપીંડી કરતી ગેંગને સુરત પોલીસે ઝડપી પાડી છે, ગુજરાત, મહારાષ્ટ્ર તથા ઉતર પ્રદેશના વિવિધ વિસ્તારોમા ફરી બેંકના એટીએમમા આવતા ગ્રાહકોને નિશાન બનાવી તેમના ATM નંબર જાણી લઇ બાદમા ગ્રાહકની નજર ચૂકવીને ATM કાર્ડ બદલી નાખનાર આંતર રાજય ગેંગને સુરત ઇકોસેલ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડપી પાડવામા આવી હતી.
સુરતના પાંડેસરા વિસ્તારમા રહેતા શ્રમજીવી યુવાનએ બાયલીબોય ખાતે આવેલા એસબીઆઇ બેંકના ATMમા પૈસા ઉપાડવા ગયા હતા. જે તે સમયે બે શખ્સો ATM સેન્ટરમા ઉભા હતા. દરમિયાન આ બંને શખ્સો દ્વારા શ્રમજીવીનો ATM કાર્ડ નજર ચુકવીને બદલી નાખવામા આવ્યો હતો. બાદમા ચાર વાર ટ્રાન્ઝેકશન કરી તેના એકાઉન્ટમાથી રુ 71 હજાર રુપિયા બોરાબાર ઉપાડી લેવાયા હતા. આ અંગે ફરિયાદીએ પાંડેસરા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે ઇકો સેલની વિવિધ ટીમ પણ આરોપી સુધી પહોંચવાની કવાયત હાથ ધરી હતી.
દરમિયાન ઇકો સેલના વિભાગને બાતમી મળી હતી કે બેંકના ATM ,સેન્ટરમા આવતા ગ્રાહકોને નિશાન બનાવતી ગેગ હાલ સુરતમા ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આ ગેંગને ઝડપી પાડી હતી. પોલીસે તેમની અંગ ઝડતી કરતા રુ 15 હજાર રોકડા. એક કાર તથા 19 જેટલા ATM કાર્ડ કબ્જે કર્યા હતા. પોલીસ પુછપરછમા તેમને પોતાનુ નામ તૌફીકખાન મુસ્કીમ, રિયાઝખાન, હબીબ શેખ તથા મોહમદ મુનીરશેખ જણાવ્યુ હતુ. જેઓએ પોતાની કબૂલાત દરમિયાન જણાવ્યુ હતુ કે તેઓ ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી જેવા અલગ અલગ રાજયોમા કાર મારફતે ફરતા હતા. દરમિયાન ATM સેન્ટરમા પ્રવેશતા ગ્રાહકોને નિશાન બનાવતા હતા. જે ગ્રાહકને ATM ચલાવતા ન આવડતુ હોય તેવા લોકોના ATM નંબર જાણી તેમને મદદ કરતા હતા બાદમા આ જ ATM કાર્ડ બદલી નાંખીને અલગ અલગ ATM સેન્ટરમાથી બારોબાર રુપિયા ઉપાડી ભાગી છુટતા હોવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે.