Mysamachar.in-સુરત
બાંગ્લાદેશમાંથી જરૂરિયાતવાળા પરિવારોમાંથી કિશોરીઓને લાવી તેમને દેહવ્યાપારના ધંધામાં ધકેલવાના કારસામાં સુરત એસઓજીને સફળતા મળી છે, બાંગ્લાદેશી યુવતીઓને દેહવિક્રય કરાવતા એક દલાલને ઝડપી પાડ્યો છે. આ દલાલ વિરુદ્ધ રાજસ્થાનના કોટા શહેરમાં માનવ તસ્કરી અંગે ગુનો દાખલ થયો હતો. જોકે, આ શખ્સ આજે સુરત પોલીસના હાથે ઝડપાતા ગરીબ યુવતીઓ પાસે કરાવવામાં આવતા દેહવ્યાપારનું મોટું નેટવર્ક ખુલ્લું પડી ગયું છે.
ફિલ્મોની કહાની જેવા આ નેટવર્કની માહિતી સામે આવી કે સુરત એસઓજીએ ત્રણ વર્ષથી નાસતા ફરતા આરોપી કરીમુલ્લા ઉર્ફે રાજાની ધરપકડ સુરતની લીંબાયત પાસે આવેલી મદીના મસ્જીદ પાસેથી ઝડપી લીધો છે. આ આરોપીની પુછપરછમાં પોલીસનો આંખ ઉઘાડનારા સેક્સ રેકેટની ચોંકાવનારી વિગત સામે આવી છે. આરોપી બાંગ્લાદેશથી દલાલ દ્વારા આર્થિક રીતે પછાત વર્ગનાં પરિવારની સગીરવયની દીકરીઓને પરિવારે પૈસાની લાલચ આપીને તસ્કરી કરી ભારતમાં લાવવામાં આવતી હતી. ત્યારબાદ આ યુવતીઓને યેનકેન પ્રકારે તૈયાર કરી તેમની પાસે દેહ વ્યાપાર કરાવતા હતા.
આરોપીઓ દલાલોનો સંપર્ક કરીને તસ્કરી કરીને લાવેલી છોકરીઓને અલગ અલગ શહેરમાં દેહ વ્યાપાર માટે મોકલતા હતા. દરમિયાન ભોગ બનનારી છોકરી ચાર વર્ષ પહેલા લવાઇ હતી. તેની પાસે મુંબઇમાં થોડા દિવસો દેહ વ્યાપાર કરાવ્યા બાદ સુલ્તાન કાયઝર પાસે મોકલી આપી હતી. આમ આ દલાલ ઝડપાઈ જતા સેક્સ રેકેટનો પણ પર્દાફાશ થયો છે.