Mysamachar.in:ગુજરાત
આજે વધુ એક ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે, આ ગોઝારી ઘટના છે પાટણ જિલ્લાની.. જ્યાં વહેલી સવારે આગળ જતી આઈશર ટ્રક પાછળ કાર ઘૂસી જતાં ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. આજે સવારે પાટણ જીલ્લાના સમીથી 5 કિલોમીટર દુર શંખેશ્વર હાઇવે પર ગોઝારો અકસ્માત સર્જાતાં ત્રણ યુવકોને ઘટનાસ્થળે જ કાર મોત થયા છે,
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સમી-શંખેશ્વર હાઇવે પર વહેલી સવારે આઇસર ટ્રક રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે એક વેગનાર કાર પાછળથી ટ્રકમાં ઘૂસી ગઇ હતી. જેમાં સવાર હસમુખ ઠક્કર, પિન્ટુભાઈ રાવળ અને દશરથભાઈ રાવળના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ગોઝારા અકસ્માતમાં કારની ટક્કર એટલી જોરદાર હતી કે કારના આગળના ભાગના ફુરચેફુરચા ઉડી ગયા છે. નોંધનીય છે કે, આજે રક્ષાબંધનનો પવિત્ર તહેવારના દિવસે કરૂણ ઘટના બનતા બહેને પોતાના ભાઈ ગુમાવ્યા છે. જેને લઇને ત્રણેય યુવકોના પરિવારમાં શોકનો માહોલ છે.







