Mysamachar.in-ભાવનગર
વધુ એક અકસ્માતની ઘટના આજે સવારે સામે આવી છે, જેમાં મળતી વિગતો મુજબ ભાવનગર-તળાજા રોડ પર પાંચપીપળા પાસે કાર પલટતાં મહુવા કોર્ટમાં બેલીફ તરીકે સેવા બજાવતા અમિત મારુનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે વકીલને ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. ભાવનગરથી મહુવા કોર્ટ જઇ રહ્યાં હતા એ સમયે બાઈક ચાલકને બચાવવા જતા વકીલની કાર પલટી હતી. કાર ભાવનગર તળાજા રોડ પર પાંચપીપળા પાસે પહોંચી એ સમયે એક બાઈક ચાલક આડો ઉતર્યો હતો. બાઈક ચાલકને બચાવવા જતા તેમની કાર પલટી મારી ગઇ હતી. બનાવની જાણ થતાં આસપાસના લોકો એકઠા થયા હતા.