My samachar.in:-ગાંધીનગર
છેલ્લા કેટલાક સમયથી વિવિધ સરકારી ભરતીઓને લઈને આંદોલનનો ઝંડો ઉઠાવનાર આંદોલનકારી નેતા યુવરાજસિંહ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે, તેની સામે પોલીસે 307ની કલમ હેઠળ ગુનો નોંધીને ધરપકડ કરી છે. ગાંધીનગર પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે ગાંધીનગરમાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને પોલીસે સમજાવીને કહ્યું હતું કે વિધાનસભાના ગેટ પર રસ્તો જામ ના કરશો. પરંતુ તેઓ માન્યા નહીં એટલે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરીને એસપી કચેરીએ લાવવામાં આવ્યા હતા…
આ સમયે યુવરાજ સિંહ અને દીપક ઝાલા ત્યાં હાજર હતા અને અટકાયત કરેલા ટેટ અને ટાટ પાસ ઉમેદવારોને જ્યાં રખાયા હતા.ત્યાં આવીને યુવરાજ સિંહે તેમને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે યુવરાજ અને દીપક ઝાલાને અટકાવ્યા ત્યારે પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસે યુવરાજ સિંહને અટકાવવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે ગાડી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવરાજે પોલીસ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કર્યો. આ આરોપમાં યુવરાજ સિંહ સામે કલમ 307 અને 322 હેઠળ ગુનો નોંધાયો છે. આ સિવાય 55 ઉમેદવારો એવા છે જે ટેટ અને ટાટ પાસ છે તેમની સામે કલમ 188 હેઠળ ગુનો દાખલ કરાશે. ગાંધીનગરના પોલીસ અધિક્ષક મયૂર ચાવડાએ આ જાણકારી આપી છે…
તો આ મામલે પત્રકાર પરિષદમાં વિસ્તુત જાણકારી આપતા ગાંધીનગર રેન્જ આઈજી અભય ચુડાસમાએ કહ્યું કે યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાસહાયકોની નિયમ ભંગ બદલ ધરપકડ કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજા ડીએસપી કચેરી આવ્યા હતા. તેમણે પોલીસ પર ગાડી ચડાવી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ગાડી ચડાવવાના પ્રયાસ મામલે ૩૦૭ અંતર્ગત ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ જાડેજાની કારમા કેમેરા સેટ કરેલો છે. કેમેરાના આધારે જ તેની ગાડી ચડાવવાનો પ્રયાસ રેકોર્ડ થયો છે. ગાડીના કેમેરાની એફએસએલ દ્વારા તપાસ થશે. પોલીસ મથકમા રાત્રે વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમણે હોબાળો મચાવ્યો. બાદમાં સ્થળ છોડી ભાગ્યા હતા. ભાગેલા વિદ્યાર્થીઓના વાહનો પોલીસે કબ્જે કર્યા છે…
તેમણે વધુમાં જણાવ્યુ કે, વિદ્યાર્થીઓને અમારી અપીલ છે કે, આ પ્રકારના કિસ્સામાં સત્ય જાણ્યા વગર તૂટી પડવુ યોગ્ય નથી. કોઈ નેતા તમારા માટે લડે, તેને અમે સમર્થન આપીએ છીએ. પણ પોતાનો હેતુ સિદ્ધ કરવા પોલીસ પર ગાડી ચડાવવી તે યોગ્ય નથી. કોઈ પણ ઉશ્કેરની ખોટુ કરશે ચલાવી નહિ લઈએ. પરીક્ષા એ અલગ બાબત છે. પેપર ફૂટવાની બાબતમાં અમે પગલા લીધા છે. પોલીસે જરૂર પડે ત્યારે કાર્યવાહી કરી જ છે. ખોટા ગેરમાર્ગે દોરાય તેવુ ન કરે તેવી અમારી અપીલ છે. ઉમેદવારો કે વિદ્યાર્થીઓ કોઈની ઉશ્કેરણીમાં ન આવે. અગાઉ પેપર ફૂટવાની ઘટનામાં પોલીસે સખત કાર્યવાહી કરી છે.