Mysamachar.in-નર્મદા
કડીના કરણનગર નજીક પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ વાય જંકશનમાં સોમવારે સવારે ક્રેટા કાર અચાનક ખાબકી હતી.જેમાં નંદાસણના પાંચ યુવક-યુવતીઓ કડી પરીક્ષાના ફોર્મ ભરી કરણનગર નર્મદા કેનાલ પાસે ફરવા નિકળ્યા હતા અને અચાનક વાય જંકશન પાસે બનાવ બન્યો હતો.જેમાં એક યુવતીનો ચમત્કારિક બચાવ થયો હતો.જ્યારે ત્રણ યુવક અને એક યુવતી ક્રેટા કાર સાથે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. કરણનગર નર્મદા કેનાલ પાસે ક્રેટા કારનો સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર નર્મદા કેનાલની એંગલ તોડી કેનાલના ઉંડા પાણીમાં ખાબકી હતી.
જેના પગલે એક યુવતી પાણીમાં બચવાનો પ્રયાસ કરતા તરતી કિનારા પાસે પોહચતા ત્યાંથી પસાર થતા સ્થાનિક ખેડૂતે પોતાની પત્નીની સાડી કાઢી યુવતી તરફ નાખતા યુવતી સાડી પકડી કેનાલમાંથી બહાર નિકળતા યુવતીનો બચાવ થયો હતો અને બાકીના ચાર યુવક-યુવતીઓ નર્મદા કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ મામલે આજે મળી રહેલ અપડેટ મુજબ ગાડીમાં બે યુવતી અને ત્રણ યુવક સહિત પાંચ લોકો સવાર હોવાનું સામે આવવા ઉપરાંત એક યુવતી નો થયો છે બચાવથયો હતો અને એક યુવતી અને બે યુવક ની લાશ કેનાલ ના પાણીમાંથી મળી આવી છે, જયારે હજુ એક યુવક ની શોધખોળ ચાલી રહી છે, કડી ઉપરાંત મહેસાણા અને અમદાવાદની ફાયર ટીમે યુવકની બોડી ને શોધવામાં કામે લાગી છે.