Mysamachar.in-સુરત:
હોમ લોન કે હોમ ડિલિવરીનું કામ કરતા યુવકોએ હવે કોઈના ઘરે જતા પહેલા ધ્યાન રાખવા જેવો બનાવ સામે આવ્યો છે,ખાનગી બેંકમાં હોમ લોનનું કામ કરતા એક યુવકને ફોન કરીને યુવતીએ લોનના કાગળો લેવા ઘરે બોલાવીને યુવક ને નગ્ન કરી અશ્લીલ ફોટા પાડ્યા બાદ રોકડ રકમ પડાવી લૂંટી લીધાનો ચોંકાવનારો કિસ્સો સુરતમાં સામે આવતા ચકચાર જાગી છે.
બનાવની વિગત જાણે એવી છે કે, સુરતના સાગર નામનો યુવક ખાનગી ફાઈનાન્સ બેન્કમાં નોકરી કરતો હોય,ટીના નામની યુવતીએ સાગરને ફોન કરીને કહ્યું કે,મારે હોમ લોન લેવી છે,સાગરે જણાવ્યુ કે,ઘરે મુલાકાત લઈને લોનના કાગળો લઈ લેશે,
ત્યારબાદ સાગર સુરત નજીક ડિંડોલીના ગ્રીન પાર્ક સોસાયટીમાં ટીનાના ઘરે ગયો હતો,ત્યાં સામેના મકાનમાં રહેતી ટીનાએ સાગરને રૂમમાં લઈ ગઈ ત્યાં પહેલેથી જ એક ૧૬ વર્ષની કિશોરી હતી,ટીનાએ સાગરને કિશોરી સાથે રૂમમાં પૂરીને બહારથી બંધ કરી દીધો હતો,
દરમ્યાન ડી સ્ટાફની ઓળખ આપીને પોલીસ પ્રગટ થઈને સાગરને માર મારીને તેના કપડા કઢાવીને નગ્ન ફોટા મોબાઈલમાં પાડી લીધા બાદ કિશોરી સાથે સાગરના ફોટા પડાવી લીધા હતા,
આ ટોળકીએ આવુ કૃત્ય કર્યા બાદ સાગરને બળાત્કારમાં ફીટ કરી આપવાની ધમકી આપીને ૩૦ હજાર પડાવી લઈને બળાત્કારના કેસથી બચવુ હોય તો એક લાખ માંગ્યા હતા,આથી સાગરે તેના મિત્ર પાસેથી વધુ પૈસા મંગાવતા માત્ર ૧૧,૫૦૦ રૂપિયા આપી જતા તે પણ પડાવી લીધા હતા,
આમ સાગરના નગ્ન ફોટા પાડીને ૪૧,૫૦૦ની રકમ પડાવીને ત્રણેય અજાણ્યા શખ્સો ત્યાથી ચાલ્યા ગયા હતા,ટીના અને કહેવાતા ડી-સ્ટાફના માણસોની ચુંગાલમાંથી છૂટ્યા બાદ ભોગ બનનાર સાગર ડિંડોલી પોલીસ મથકે દોડી જઈને ટીના,ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે,
આમ હોમલોન કે હોમ ડિલિવરીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકોએ એકલી રહેતી મહિલાના ઘરે જતાં પહેલા સાવધ રહેવાની ખાસ જરૂર છે,નહિતર આવા તરકટનો ભોગ બનવું પડે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.