Mysamachar.in-ગાંધીનગર
ચાલું વર્ષે કોરોનાની મહામારીને કારણે ઘણા સમયથી શાળાઓ બંધ છે. શાળાઓ બંધ હોવાથી ફી માફી મુદ્દે શાળા સંચાલકો અને વાલી મંડળો વચ્ચે ચાલતાં સંઘર્ષ પર હવે રાજ્ય સરકારે કેબિનેટને બેઠકમાં મહત્ત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દરેક ખાનગીશાળાઓએ 25% ફી માફીની રાહત કરવાની રહેશે. જેમાં ગુજરાત બોર્ડ ઉપરાંત અન્ય દરેક બોર્ડ કે ક્ષેત્રની રાજ્યમાં કાર્યરત બધી ખાનગી શાળાઓએ આ 25%ની ફી માફીની રાહત આપવાની રહેશે. તેમાં જે વાલીઓએ અગાઉથી ફી ભરી હોય તેમને પણ આ માફી સંચાલકોએ આપવાની રહેશે એટલે કે 25%ની ફીની રકમ શાળા સરભર કરવાની થશે. તેમજ શાળામાં જઈને લેવાતું શિક્ષણ બંધ હોવાથી યોગ, લાયબ્રેરી, સ્પોર્ટ્સ જેવી ઈત્તર ફી પણ ભરવાની રહેશે નહિં. એવો આ શૈક્ષણિક વર્ષ પૂરતો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.






