Mysamachar.in-અમદાવાદ:
રાજ્યમાં ગરમીને લઈને આજે હવામાન વિભાગે આગાહી જાહેર કરી છે. અને મહત્તમ તાપમાનનો પારો વધીને 40 ડિગ્રી સુધી પહોચી જશે તેવી શક્યતાઓને પગલે પગલે લોકોએ કાળઝાળ ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી સામે આવી છે પવનની દિશા ઉત્તર-પૂર્વ-ઉત્તર હોવાથી ગરમીમાં વધારો થવાની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે સોમવારે સૌથી વધુ નલિયામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે જામનગર શહેરમાં મહતમ તાપમાન 35, અમદાવાદમાં 36.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 36 ડિગ્રી તાપમાન નોધાયું છે.
હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી શકશે. જ્યારે સૌરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધી 40 ડિગ્રી તાપમાન પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરાઇ છે. તો હાલમાં પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. તો દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે હાલ ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે.