Mysamachar.in-જામનગર:
કાશ્મીરના પુલવામાં આંતકવાદી હુમલામાં શહીદ થયેલ જવાનોની શહાદતમાં બે મિનિટનું મૌન પાડીને આજે જામનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વર્ષ ૨૦૧૯-૨૦નું વર્ષની સૂચિત અંદાજિત આવક ૪૫૪.૧૭ લાખ તથા ખુલતી સિલક ૧૩૯૯.૬૮ લાખ મળીને ૧૮૫૩.૮૫ લાખની સામે ૧૨૦૨.૬૦ લાખના ખર્ચની જોગવાઈ સાથે ૬૫૧.૨૫ લાખનું પુરાંતલક્ષી બજેટ પ્રમુખ નયનાબેન માધાણી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું,
આ બજેટમાં ખાસ કરીને સિંચાઇ ક્ષેત્રે ૧ કરોડ અને બાંધકામ ક્ષેત્રે ૩કરોડની અંદાજિત જોગવાઈ કરવામાં આવી હતી. પરંતુ તમામ સભ્યોની રજૂઆતના પગલે સિંચાઈમાં 2 કરોડ અને બાંધકામમાં પણ 2 કરોડની જોગવાઈનો સુધારો કરવામાં આવ્યો હતો, વિકાસના કામો માટે ૧૭૫ લાખની જોગવાઈ સાથે સમાજ કલ્યાણ ક્ષેત્રે અનુસૂચિત જાતિ વિસ્તારમાં કોમ્યુનિટી હોલ માટે ૧૦૦ લાખની જોગવાઈ સાથે ૧૧૭.૬૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત પશુપાલન ક્ષેત્રે, બાળકોમાં પોષણક્ષમ આહાર માટે, અકસ્માત તબીબી ક્ષેત્રે પણ જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં તલાટી મંત્રી હાજરી બાયોમેટ્રિક ખરીદી માટે ૭૦ લાખ ખર્ચવામાં આવશે. આરોગ્ય ક્ષેત્રે સાધનોની ખરીદી માટે ૧૨ લાખની જગ્યાએ ૫૦ લાખની જોગવાઈનું સૂચન કરવામાં આવ્યું હતું, જે તપાસીને ગ્રાન્ટ વધારવામાં આવશે તેઓ નિર્ણય લેવાયો હતો,
જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બજેટ ઉપરાંત તમામ અધિકારી અને કર્મચારીઓ દ્વારા પોતાનો એક દિવસનો પગાર અને જિલ્લા પંચાયતના સદસ્યો દ્વારા પોતાનું આજનું ભથ્થું મળીને કુલ ૯૫,૫૧૧ શહીદોના પરિવારો માટે ફંડ જાહેર કર્યું હતું, આમ જિલ્લા પંચાયતના પ્રમુખ નયનાબેન માધાણી ઉપ-પ્રમુખ વશરામભાઈ રાઠોડ અને જિલ્લા વિકાસ અધિકારી પ્રશસ્તિ પારીક તેમજ ૧૯ સદસ્યોની ઉપસ્થિતિમાં બજેટ સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું, જેમાં ચાર સદસ્યો ગેરહાજર રહ્યા હતા.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.