Mysamachar.in-સુરત
આજના સમયમાં સોશ્યલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મનો કોઈને બદનમાં કરવા ફેક આઈડી બનાવીને આસાનાથી કેટલાક લોકો ઉપયોગ કરતા હોય છે, પણ જયારે આવા મામલાઓ પોલીસ સુધી પહોચે ત્યારે પોલીસ આવા તત્વોની હવા કાઢી નાખતી હોય છે, સુરત પોલીસે આવા કિસ્સામાં એક કોલેજિયન યુવાનની ધરપકડ કરી છે, સુરતના ડિંડોલી વિસ્તારમાં રહેતી એક પરિણીતા તેના પતિને છૂટાછેડા આપવા માંગતી હતી. જે વાતની જાણ દિયર મિનેશને થઈ હતી. મિનેશ કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ભાભીની વાત જાણી ગયેલ દિયરે ભાભીને બદનામ કરવાનું નક્કી કર્યું. પોતાના મોટાભાઈને છૂટાછેડા આપવા માંગતી ભાભીને બદનામ કરવા માટે તેણે ષડ્યંત્ર રચી કાઢ્યું હતું. મિનેશે ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક એકાઉન્ટ બનાવ્યું હતું. જેના બાદ તે તેની ભાભીના બિભત્સ ફોટો ઈન્સ્ટાગ્રામ પર મૂકવા લાગ્યો. તેણે આ બિભત્સ ફોટોગ્રાફ ભાભીને મોકલ્યા હતા અને તેને બદનામ કરવાની ધમકી પણ આપી હતી.
જો કે તેની ભાભી આ અંગે એલર્ટ થઇ જતા તેણીએ સુરત સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતાં ષડ્યંત્ર ખુદ તેના દિયરે રચ્યું હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ દિયરે કબૂલ્યું કે, તે ભાભીને હેરાન કરવા માંગતો હતો તેથી તેણે આવું કર્યું હતું. જે બાદ તેણીનીફરિયાદના આધારે પોલીસે આરોપી મિનેશની ધરપકડ કરી છે.