Mysamachar.in:દેવભૂમિ દ્વારકા
દ્વારકા ટાઉનમાં આવેલ એક એટીએમને નિશાન બનાવી 9 લાખની ચોરી કરનાર બન્ને શખ્સોને ગણતરીની કલાકોમાં જ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે, આ અંગે મળતી વિગતો મુજબ યાત્રાધામ દ્વારકા શહેરના ભદ્રકાળી ચોક વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાના એટીએમમાં રાત્રી દરમિયાન કોઇ તસ્કરો લાખોની રોકડ રકમ ચોરી કરી જવાના પ્રકરણમાં પોલીસે ગણતરીના કલાકોમાં નવ લાખની રોકડ રોકડ એટીએમમાંથી ઉઠાવી જનારા બે શખસોને પકડી પાડી તમામ રોકડ કબજે કરી પુછપરછ હાથ ધરી છે.
બેન્ક ઓફ બરોડાના એટીએમમાં વહેલી સવારે ઘુસી કોઇ શખસો મશીનમાં કિ અને પાસવર્ડ વડે રૂ.નવ લાખની રોકડ કાઢી ચોરી કરી નાશી છુટયાની ફરીયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધાઇ હતી. જે બાદ જુદી જુદી ત્રણ ટીમ બનાવી પોલીસે ટેકનીકલ અને હ્યુમન સોર્સીસની મદદ સાથે તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો.
દરમિયાન પોલીસને સીસીટીવી કેમેરાની મદદથી ચોરીમાં વપરાયેલા બાઇકની ઓળખ મળી હતી. અને આરોપી પાર્થ હિંમતભાઇ ભાયાણી અને પારીતોષ જગદિશભાઇ ખરા (રહે.મીઠાપુર)ને ઝડપી પાડી પુછતાછ કરતા આ ચોરીની કબુલાત પણ આપી હતી.પોલીસે ચોરીમાં ગયેલા તમામ નવ લાખની રોકડ પણ કબજે કરી છે.
પોલીસ તપાસમાં કી અને પાસવર્ડનો ઉપયોગ કરી એટીએમમાં ચોરીને અંજામ આપ્યાનુ સામે આવ્યુ હતુ. જેમાં એક આરોપી એટીએમમાં પૈસા ફીલીંગ કરતી કંપનીમાં નોકરી કરતો હતો જેની પાસે કી રહેતી હોય છે, આમ આ રીતે ચોરી કરી હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે.બને આરોપીઓને રિમાન્ડ અર્થે કોર્ટમાં રજુ કરવામાં આવશે જે બાદ વધુ વિગતો સામે આવી શકે છે.