Mysamachar.in-સાબરકાંઠા:
રાજયમાં દારૂબંધીની કડક અમલવારીના દાવાઓ વચ્ચે બુટલેગરો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, સાબરકાંઠા નજીક દારૂ ભરેલ કાર આવી રહી હોવાની માહિતી પરથી સ્થાનિક PSI ગતરાત્રીએ રાણી બોર્ડર પર વિજયનગર પોલીસે નાકાબંધી કરી હતી અને બાતમીવાળી કાર આવે તેની રાહ જોઈને ઊભા હતા,ત્યારે વિજયનગરના PSI પર બુટલેગરે દારૂની કાર ચઢાવી દેતા PSIને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
PSI એ બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં ઉશ્કેરાયેલા બુટલેગરે દારૂ ભરેલી ગાડી PSI પર ચઢાવી દીધી હતી. જેમાં PSIને ગંભીર ઇજા પહોંચી છે.અને હાલ તેની સારવાર ચાલી રહી છે. પોલીસે ચેકિંગ દરમ્યાન એક બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં બુટલેગર ઉશ્કેરાયો હતો અને દારૂ ભરેલી ગાડી PSI ચૌહાણ પર ચડાવી દીધી હતી. આ મામલે પોલીસે બુટલેગર સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.





