Mysamachar.in-ગાંધીનગર
આજે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી અને ACBના વડા કેશવકુમારે એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ સંબોધી છે. પ્રેસ કૉન્ફરન્સમાં સીએમ રૂપાણી, મહેસુલ સચિવ પકંજ કુમાર, રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયા, રાજ્યના ગૃહમંત્રી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા કરપ્શન અંગે જે રેપિડ કાર્યવાહી કરવામાં આવી રહી છે આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થા માટે અધિકારીઓને ખુલ્લો દોર પણ આપી દીધો છે. અમારો એક જ ધ્યેય છે કે ગુનેગારોને સજા મળે. છેલ્લા કેટલાંક દિવસથી લાંચિયા અધિકારીઓ પર સકંજો કસાયો છે. અગાઉ આવક કરતા વધુ મિલ્કતના કેસમા સાત આઠ મહિને એક કેસ નોંધાતો હતો, પરંતુ પહેલી વાર સરકારે અલગ વકીલ સીએ આપ્યા છે.સરકાર લેંડ ગ્રેબિંગ એક્ટ ચુસ્ત કર્યો છે, જેમાં કલેકટરે પંદર દિવસમાં અરજીઓનો નિકાલ કરી ફરીયાદ કરી અને સજા નક્કી થાય છે. સજા થયા બાદ છ મહિનામાં ખબર પડશે.
મુખ્યમંત્રીએ ટકોર કરી છે કે પોલીસના લોકો અસામાજિક તત્વો સાથે ન જોડાય. હવે પોલીસને પણ ઓન બોડી કેમેરા લગાવવાનો નિર્ણય કરાયો છે. જેથી પબ્લિક સાથેનો વ્યવહાર સીધો જોઈ શકાશે. પોલીસની આખી કાર્યવાહી ત્રીજી વ્યક્તિ જોઈ શકશે. ACB વડા કેશવકુમારે પણ આ વિશે નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, 2020માં અપ્રમાણસર મિલકતના રૂપિયા 50 કરોડના કેસ નોંધાયા છે. જ્યારે 2021માં અપ્રમાણસર મિલકતના રૂ.33 કરોડના કેસ નોંધાયા છે. આવા કેસ ઝડપવવા માટે ટેક્નિકલ એન્ડ ફોરેન્સિક સપોર્ટ યુનિટ ઉભું કરાયું છે. જેમાં વોઇસ એનાલીસીસ ફેસીલીટી ઉપલબ્ધ કરાઈ છે. વર્ષ 2019માં 470, 2020માં 310 લાંચિયા ઝડપાયા હતા.
ગૃહવિભાગના ACS પંકજકુમારે વધુમાં જણાવ્યું કે, લેન્ડ ગ્રેબિંગની અત્યાર સુધી 647 અરજીની તપાસ ચાલી રહી છે. અત્યાર સુધી લેન્ડ ગ્રેબિંગની 16 ફરિયાદ, 34 સામે ગુનાઓ નોંધાયા છે. 1.35 લાખ ચોરસ મીટર જમીન પર દબાણ હતું. 16 ફરિયાદમાં રૂ.220 કરોડની જમીન પર દબાણ પર તરાપ મરાઈ છે. ગુજરાત પોલીસ વડા આશિષ ભાટિયા પણ પ્રેસ કોન્ફરન્સમાં હાજર હતા. તેમણે જણાવ્યું કે, નવી જોગવાઈ હેઠળ 1247 જણાને પાસા કરવામાં આવ્યા છે. જેમાં 90 બુટલેગર, સાયબર ક્રાઈમમાં 9 જણાને પાસા, જાતીય સતામણી હેઠળ 15 જણાને પાસા કરાયા છે. અત્યાર સુધી ગુજસીટોક હેઠળ 11 કેસ નોંધાયા છે. ગુજસીટોકમાં 100થી વધુ સામે કાર્યવાહી ચાલી રહી છે. વડોદરામાં ગુજસીટોક હેઠળ 26 સામે કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ 20 હજાર આરોપીએ નાસતા ફરતા છે.
આશિષ ભાટિયાએ ઉમેર્યું હતું કે, રાજ્યમા હાલ 20 હજાર કરતા વધુ આરોપીઓ નાસતા ફરતા છે. તેમને પકડવા માટે પણ કામગીરી ચાલી રહી છે. પાસાનાં કાયદાનું મહત્તમ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં 90 બુટલેગરને જુગાર હેઠળ પાસા કરવામાં આવ્યાં છે. નજીકનાં સમયમાં માથાભારે તત્વો સાથે કડક હાથે કામ લેવાશે. ગુજસીટૉકનો કાયદો બનાવ્યો છે, જેમા કુલ 11 જેટલા કેસો કરવામાં આવ્યા છે. રાજ્યના ACB ડાયરેક્ટર કેશવ કુમારે જણાવ્યું હતું કે, સૌથી મોટી ઉપલબ્ધિ અપ્રમાણસર મિલ્કતાના કેસો છે. 2021 આજના દિવસ સુધી 33 કરોડ સુધી આંકડો પહોચ્યો છે. ડીએના કેસોમાં સરકાર તરફથી સીએ, ફોરેન્સીક એડવાઈઝર આપવામાં આવે છે જે ભારતમાં પ્રથમ છે. ટેકનિકલ અને ફોરેન્સિક સપોર્ટ યુનિટ ઉભુ કરાયુ છે. વોઇસ એનાલીસ ફેસીલીટી ઉપલબ્ધ છે.
ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું હતું કે, અમે રાજ્યમાં લેંડ ગ્રેબિંગ એક્ટ લાવ્યા છીએ. જેમાં સમય મયાર્દામા અરજીનો નિકાલ થઈ રહ્યો છે. જીલ્લા સ્તરે કમિટી સમય મર્યાદામા નિર્ણય લઈને ફરીયાદ કરવામાં આવે અને કાર્યવાહી થાય. અત્યાર સુધી જીલ્લામાં 605 અરજીઓ આવી છે, જ્યારે 42 સુઓમોટો કરવામા આવી હતી. જેની તપાસ હાલ ચાલી રહી છે. રાજ્ય સરકાર સતત મોનીટરીંગ થાય છે. અત્યાર સુધી કુલ 16 ફરીયાદ નોંધાઈ છે, જેમા 34 લેંડ ગ્રેબર છે. જેનો વિસ્તાર આધારે 220 કરોડ જંત્રીના આધારે કિંમત થાય છે.