Mysamachar.in-જામનગર:
જામનગર શહેરની મુલાકાત વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માનીત કરવા તેમજ વોર્ડ નં.૧ના પ્રશ્નો અંગે પ્રજાજનોના રજૂઆત કરવાનો સમય ફાળવવા અંગે જામનગર ગ્રામ્યના ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ કલેક્ટરને પત્ર લખીને માંગણી કરી છે, તેમણે જણાવ્યુ છે કે, સરકાર દ્વારા આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ માટે ૧૦ કરોડની ગ્રાન્ટ ફાળવી છે. જેનાથી ૨૫% વિસ્તારમાં કામ થઈ શકશે, બાકી રહેતા ૨૭ કરોડની રકમની ફાળવણી કરવામાં આવે તો આ વિસ્તારને ગંદાપાણી ના નિકાલનો હલ થઈ શકે તેમ છે,
આમ ભૂગર્ભ ગટરની બાકી રહેતી ગ્રાન્ટ ફાળવવા અંગે તેમજ પીવાના પાણીના નવા કનેકશનથી પણ આ વિસ્તાર વંચિત છે. વોર્ડ નં.૧ના ૨૫૦૦ મહિલાઓ તથા ભાઈઓને પુષ્પગુચ્છથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સન્માન સાથે રજૂઆત કરવાનો સમય ફાળવવા ધારાસભ્ય વલ્લભભાઈ ધારવીયાએ કલેક્ટરને પત્રના અંતે જણાવ્યુ છે.
વોર્ડ નં.૧ નો ૧૨ કરોડનો ટેક્સ બાકી…
પ્રજાની સુખાકારી માટે જામનગર મહાનગરપાલિકા લાઇટ, પાણી અને રોડ-રસ્તા સહિતની સુવિધાઓ આપતી હોય છે અને આ તમામ સુવિધા અંતે તો પ્રજાના ટેક્સમાંથી જ આપવામાં આવે છે. ત્યારે નાગરીકોની જવાબદારી છે કે વેરો ભરીએ. જેની સામે આ વિસ્તારમાં પાણીવેરો ૩ કરોડ ઉપર અને હાઉસટેક્સ ૯ કરોડ ઉપર મળીને ૧૨ કરોડનું ટેક્સ છેલ્લા ૧૩ વર્ષથી ભરવામાં આવ્યો નથી, તેવું મનપાના અધિકારી જણાવે છે. તેવામાં છાસવારે આ વિસ્તારની સુવિધા માટે કોર્પોરેશનમાં હલ્લાબોલ કરતા કોર્પોરેટર કાસમ ખફી આ તરફ પણ ધ્યાન આપે તે જરૂરી છે અને ધારાસભ્ય વલ્લભ ધારવીયા પણ આ વેરો ભરવામાં ધ્યાન આપે તો આજે વડાપ્રધાન મોદીને આવી રજૂઆત કરવાનો સમય વેડફવો ન પડે તેવું ચર્ચાઇ રહ્યું છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.