Mysamachar.in-સુરત
ભાજપનું પેજપ્રમુખનું અભિયાન હમણાં સોશ્યલ મીડિયામાં ખુબ ચાલી રહ્યું છે, અને એવામાં સુરતના લિંબાયત વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં તેઓ કહી રહ્યા છે કે હાલ કોરોના વાયરસના કારણે રાત્રિ કર્ફ્યૂ ચાલી રહ્યો છે અને સરકાર તેનો કડક અમલવારી કરાવવા પોલીસ વિભાગને જણાવ્યું છે, લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટિલ વાયરલ થયેલા વીડિયામાં તેમણે પોલીસ પકડે તો પેજ પ્રમુખનું કાર્ડ બતાવવા અનુરોધ કર્યો છે અને તેમ છતાં પોલીસ ના છોડે તો મને ફોન કરો તેવું સંગીતા પાટિલે જણાવ્યું છે.
સોશિયલ મીડિયામાં સંગીતા પાટિલનો લાઈવ વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. લિંબાયતના MLA સંગીતા પાટીલનો વીડિયો રવિન્દ્ર નામના ભાજપના કાર્યકર્તા દ્વારા ઉતારવામાં આવ્યો હતો, અને આ કાર્યકર્તાએ ફેસબુક પર આ વીડિયો લાઈવ કરવામાં આવ્યો હતો. પરંતુ આ વીડિયો ત્રણ દિવસ જૂનો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.