Mysamachar.in-જામનગર
જામનગર જીલ્લા પંચાયત અને જામનગર તાલુકા પંચાયત માટેની મતગણતરી ચાલી રહી છે, ત્યારે અત્યારસુધી જે રીતે માહિતી મળી રહી છે, અને જામનગર જીલ્લા ભાજપ મહામંત્રી દિલીપ ભોજાણીના જણાવાયા પ્રમાણે હાલ સુધી જે ગણતરી થઇ તેમાં તે પ્રમાણે જામનગર જીલ્લામાં 14 બેઠકો ભાજપે કબજે કરી લીધી છે,જેમાં જીલ્લા પંચાયતની આમરા બેઠક પરથી નયનાબેન રણછોડભાઈ પરમાર, અલીયા બેઠક પરથી કમલેશભાઈ નારણભાઈ ધમસાણીયા, ધુતારપુર બેઠક પરથી ભરતભાઈ ગોરધનભાઈ બોરસદીયા, ખીમરાણા બેઠક પરથી ભાવનાબેન નંદલાલભાઈ ભેંસદડીયા, ખારવા બેઠક પરથી લખધીરસિંહ રતુભા જાડેજા, લતીપુર બેઠક પરથી પ્રવિણાબેન મનસુખભાઈ ચભાડીયા, જોડિયા બેઠક, પીઠડ બેઠક પરથી ચંદ્રીકાબેન જેઠાલાલ અઘેરા, નવાગામ બેઠક પરથી ગોમતીબેન મેઘજીભાઈ ચાવડા, ખંઢેરા બેઠક, ભણગોર બેઠક પરથી કરશનભાઈ ભીખાભાઈ ગાગીયા, ગીંગણી બેઠક, સતાપર બેઠક અને શેઠવડાળા બેઠક અત્યારસુધી ભાજપે કબજે કરી છે, તો એક બેઠક બસપા અને 4 બેઠક કોંગ્રેસે કબજે કરી જેમાં ખરેડી, નિકાવા, લાલપુર, અને મોરકંડા બેઠક કોંગ્રેસને ફાળે રહી હોવાનું જાણવા મળે છે.