Mysamachar.in-જામનગર:
સાનુકુળ સમયે ચુંટણીઓ યોજાય તેવા તારણો અમુક વિશ્લેષકોના છે, તે દરમ્યાન ખુબ જ ચોંકાવનારી ચર્ચાએ સંભળાય છે કે ભાજપ દ્વારા આગામી ગુજરાત વિધાનસભા ચુંટણી માટે ઉમેદવારોની આશ્ચર્યકારક પેનલ તૈયાર થઇ ગઈ છે. સાથે-સાથે રાજ્યના કોઇ-કોઇ વિસ્તારોમાં અમુક સાંસદને અમુક મીનીસ્ટરો (રાજ્ય અને કેન્દ્ર) ને અમુક રાજ્યસભા સભ્યોને અમુક પ્રતિષ્ઠીત ફેમસ જનરલ અગ્રણીને દરેક જિલ્લામા સરેરાશ બે મહિલાઓને અમુક મોટા સમાજના લોકપ્રિય હોય તો તેના તટસ્થ સર્વસંમત આગેવાનોને….યુવાન પરંતુ જાણીતાને….જુજ તદન નવા અને ભર ભલામણ કે ઘણા કારણસર લાંબી રેસના કોઇ હોય તો ફરજીયાત ટીકીટ આપવી વગેરેનુ સંકલન કરી પેનલ બનાવી રાષ્ટ્રીય સંગઠન સાથે આગામી માસમા પરામર્શ થશે તેમ જાણવા મળે છે,
જો કે ભાજપ દ્વારા કોઇ પ્રકારની ભનક આવવા દેવામા આવી રહી નથી હાલ બધુ જ ખાનગી રાહે થઇ રહ્યુ છે અને સાથે સાથે અસંતોષ થાય તો તે ડામવા કે શમન કરવા કે સમજાવી લેવાના પ્રફોર્મા સાથેની કુટનિતિની યોજના તૈયાર થઇ હોવાની ચર્ચા છે, કેમકે ચૂંટણીઓના પડઘમ સાંભળય રહ્યા છે ત્યારે સક્ષમ અને સ્માર્ટ પક્ષ દ્વારા આગામી ચૂંટણીના ઉમેદવારોનું લિસ્ટ પણ તૈયાર થઇ ગયાની ચર્ચાઓએ જોર પકડ્યુ છે,
-સુત્રોની થનગનાટ અને અમુકના અધીરાપણાથી લીક થઇ રહેલી ભાજપની કોક કોક વાતો……
હાલ માહોલ તો ચુંટણીનો જ બની રહ્યો છે, સરકાર દ્વારા સમારોહ તે એન્ગલથી મોટેભાગે થઇ રહ્યા છે ત્યારે આંતરીક સુત્રો થનગને છે અમુક નામો ઉછાળવા કાં તો ખાનગી ચર્ચાઓને વ્યાપક કરે છે કાતો હીન્ટ આપી સાથે પોતાના મંતવ્ય પણ ઉમેરી દેતા હાલ માહિતીઓનો ખીચડો ચુંટણી બાબતે એવી જાહેર થાય છે કાંતો ચર્ચા થાય છે કે ઇચ્છુક લોકો પણ કોક નાસીપાસ થાય છે કોકના ઉત્સાહ વધે છે તો વળી નવા નવા “સેવાભાવી” ને પણ અભરખા જાગ્યા છે તો વળી અમુક જરાક માટે ચુકી ગયેલા રાજ્યના ઘણા આશાસ્પદો પણ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ છેડા અડાડે છે અમુક તો ચુંટણી ખર્ચ અને જો કઇ ખાનગી ખર્ચ હોય તો પણ બીજાઓ માટે ખર્ચ કરી લડી કે લડાવી લેવાના મુડમા છે પછી ભલે ગમે તે થાય અત્યારે એકજ વાત લડી જ લેવુ છે,
-ભાજપની અંદર જ જુથબંધી…આ તો સતા છે તો પડ્યા છીએ..!?
અમુક પક્ષના અંદરના જ સુત્રો અકળામણ અનુભવે છે, અને આ સ્થિતિમા હાલ તો બળાપો કાઢવા અને સાંત્વના મેળવવા સારા મજબુત “ખભા”ની માંગ ઉઠી છે જોકે સાથે સાથે આ તો પક્ષની સતા છે તો પડ્યા છે…..લાભ પણ છે ને.? નુકસાન ખાસ નથી ને.? વળી કદાચ કામ કરવુ પડે તો દુઝણી ગા ની પાટુ પણ પ્યારી….એમ માની ઘણાય અપમાન સહન કરીને પડ્યા રહ્યા છે.ખુબી એ છે કે મધ્ય દક્ષીણ ગુજરાતમા ભાજપ સંગઠન અને મીનીસ્ટ્રીની અંદરની વાતો ઝડપથી પહોંચે છે.અને કચ્છ સૌરાષ્ટ્રમા પહોચતા વાસી સમાચાર થાય છે માટે ગુજરાત તરફની આવૃતિ વાંચવી જરૂરી બને તેવી સ્થિતિ થાય છે.
-ઘણાને નિવૃતિ અમુકને સાઇડલાઇન સાથે સક્ષમને પસંદ કરવા……સહિતનુ થયુ છે લેશન….
પક્ષના રાજ્યના અને રાષ્ટ્રના મુખ્યાલયોમાંથી માહિતી સંપાદિત કરવા સક્ષમ દ્વારા પક્ષની નીતિ અનુસાર કેટલાક ઉમેદવારોના નામો જાહેર કરાય રહ્યા છે કોને ઘરે બેસાડવામાં આવશે, કોને રીટાયર કરવામાં આવશે તેની યાદીઓ જગજાહેર થઇ રહી છે. આ સમયે જોવાનું એ રહ્યું કે પક્ષને વિવિધ સ્તરે દબાણ ઉભું કરી પદ માટે પક્ષના મોવડી મંડળને લાચાર બનાવનાર ઉમેદવારોને ભાઉ શું આપે છે? તે જોવુ રહ્યુ, જોકે દરેકની ફાઈલો પક્ષ મુખ્યાલયના ભંડારમાં પડી જ છે, તેવી પ્રબળ બાતમી મળી છે આથી પક્ષપલટો કરનાર અને પદો માટે પક્ષ ઉપર દબાણ ઉભું કરનાર ઉમેદવારોને પક્ષ મચક નહિ આપે કેમ કે સ્પષ્ટ નીતિ છે કે કાર્યકર્તા જ પાર્ટીની સાચી તાકાત છે અને કાર્યકર્તાલક્ષી ઉમેદવારને જ પક્ષ ટિકિટ આપશે. કામ ન કર્યું હોય, પોતાની વ્યક્તિગત લીટીઓ મોટી કરી હોય આજે પણ પક્ષ પાર્ટી ટિકિટ ન આપે તો બીજા પક્ષમાં જતા જેવાની ચીમકી ઉપાડનાર કે બીજા પક્ષમાંથી ટિકિટોની ગોઠવણી કરી લેવાની ભીતિ ધરાવનાર પક્ષપલ્ટુઓની ટિકિટ પક્ષ કાપશે તેમ અનુમાન થઇ રહ્યા છે.