Mysamachar.in-જામનગર:
લોકસભા ચૂંટણીઓના પડઘમ જોરદાર રીતે ગાજી રહ્યા છે, હવે પ્રચાર માટેના કલાકો જ રહ્યા છે ત્યારે 12-જામનગર લોકસભા બેઠકના બીજેપીના ઉમેદવાર પૂનમબેન માડમ એક એક મતદાર સુધી પહોંચવા શહેરના મુખ્ય માર્ગોથી માંડીને છેક આંતરિક રસ્તાઓ અને વિસ્તારો સુધી રેલીના માધ્યમથી પહોંચી રહ્યા છે. કાલે શુક્રવારે શહેરમાં બીજેપી દ્વારા આયોજિત આવી એક રેલીમાં ઠેર-ઠેર ઉમેદવાર પૂનમબેન માડમનું સ્થાનિક રહેવાસીઓએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું અને આ તકે ભારતમાતા કી જય ના નારા ગૂંજયા હતાં.
ભારતીય જનતા પાર્ટી દ્વારા 79-જામનગર (દક્ષિણ) વિધાનસભાના સેંકડો વિસ્તારોમાં પૂનમબેન માડમની વિશાળ બાઈક રેલી કાલે શુક્રવારે સાંજે યોજવામાં આવી હતી. એમ્યુઝમેન્ટ પાર્કથી શરુ થયેલી આ ભવ્ય રેલી સત્યમ કોલોની – કૃષ્ણનગર રોડ – પીપળાવાળા ચોક – શાંતિનગર,4 – જનતા ફાટક – હર્ષદ માતાના મંદિર – જૂનો હૂડકો – આઈ લાઈન – એફ લાઈન – રઘુવીર ચોક – આર્ય પાન – સરદાર પટેલ ચોક – નવાનગર બેન્ક ચોક – હીરજી મિસ્ત્રી રોડ – જોલી બંગલૉ – ૫૮, દી પ્લોટ – હિંગળાજ ચોક – નવી નિશાળ – પાણી નો ટાંકો – મિલિટરી ગેઇટ – જેલ – પવન ચક્કી – નાનકપુરી – સાધના કોલોની – પટેલ પાર્ક – જડેશ્વર મંદિર – મહાવીરનગર – બાઈની વાડીનો મેઈન કોર્નર – જૂની આઈસ ફેક્ટરી – ક્રિષ્ના પાર્ક – કિશાન ચોક – પવન ચક્કી – આર્યસમાજ રોડ – ખંભાળિયા ગેઇટ – હવાઈ ચોક – સેન્ટ્રલ બેન્ક – ચાંદી બજાર – દરબાર ગઢ – શાક માર્કેટ – દિપક ટોકીઝ – બેડી ગેઇટ – ઇન્દ્રપ્રસ્થ – પંચેશ્વર ટાવર થઈ શહેર ભાજપ કાર્યાલયએ પૂર્ણ થઇ હતી. રેલી દરમિયાન 12 લોકસભાના ઉમેદવાર તથા સાંસદ પૂનમબેન માડમનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
પવનચક્કી સહીત અનેક સ્થળે ભવ્ય સ્વાગત, પુષ્પગુચ્છ તથા ફૂલહારથી સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમનું અભિવાદન કરવામાં આવ્યું હતું, તથા લોકોએ વિજયતિલક કર્યા હતાં. આશરે 500 થી વધુ બાઈક આ રેલીમાં જોડાઈ હતી. સમગ્ર રેલી દરમિયાન “ફીર એક બાર મોદી સરકાર”, તથા “અબકી બાર 400 કે પાર” ના નારા સાથે સમગ્ર વિસ્તારોમાં કેસરિયો છવાઈ ગયો હતો.
આ રેલીમાં 12 લોકસભાના સાંસદ તથા ઉમેદવાર પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ભાજપ શહેર અધ્યક્ષ વિમલભાઈ કગથરા, મહામંત્રીઓ પ્રકાશ બાંભણિયા, વિજયસિંહ જેઠવા અને મેરામણ ભાટુ, મેયર વિનોદભાઈ ખીમસુરિયાં, સ્ટે. કમિટી ચેરેમન નિલેશ કગથરા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસકપક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ સોલંકી સહીત કોર્પોરેટરો, પૂર્વ પ્રમુખો, મોરચાના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ, વિવિધ સમાજના અગ્રણીઓ જોડાયા હતા. બીજી તારીખે વડાપ્રધાનની સભા બાદ બીજે જ દિવસે કાલે આ રેલી યોજાતા સમગ્ર દક્ષિણ જામનગર વિધાનસભા બેઠક મતવિસ્તારમાં ભગવામય વાતાવરણ જોવા મળેલ હતું.