Mysamachar.in-જામજોધપુર:
રાજ્યમાં શરૂ થયેલી તોડજોડની રાજનીતિ વચ્ચે જામનગર જીલ્લાના જામજોધપુરના કોંગી ધારાસભ્યનો ભાજપે સંપર્ક કર્યો હોવાનું સામે આવી રહ્યું છે. ખુદ જામજોધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ કાલરીયા જે તત્કાલિન કૃષિ અને ઉર્જામંત્રી ચીમન શાપરિયાને હરાવીને આવ્યા હતા, તેવોએ પણ આડકતરી રીતે ભાજપ સંપર્ક કર્યો હોવાની વાતને સમર્થન આપ્યું છે, પરંતુ સાથે એવી પણ સ્પષ્ટતા કરી છે કે હું હાલ કોંગ્રેસની નેતાગીરીથી ખુશ છું અને હાઇકમાન્ડ મને સાંભળે છે, માટે હાલ પૂરતો કોઈ વિચાર નથી તેવી વાત કાલરીયાએ સ્પષ્ટ કરી છે.


જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.