Mysamachar.in:દેવભૂમિ દ્વારકા:
12-જામનગર લોકસભા મતવિસ્તારમાં ભાજપાના સતત ત્રીજી વખતના ઉમેદવાર-સાંસદ પૂનમબેન માડમનો ચૂંટણી પ્રચાર જોરશોરથી આગળ વધી રહ્યો હોવાનું જાણવા મળે છે. તેઓ જામનગર અને દ્વારકા જિલ્લાઓમાં વધુને વધુ લોકસંપર્ક કરી રહ્યા છે. પક્ષના તમામ સિનિયર આગેવાનો પ્રચારમાં સામેલ છે. અને પૂનમબેન માડમે પાછલા દાયકામાં લોકો માટે કરેલ કામો અને રજુઆતોનો નિકાલના કારણે લોકો તેમને સર્વત્ર આવકારી રહ્યા છે.
તાજેતરમાં ઉમેદવાર સાંસદ પૂનમબેન માડમએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહેર તથા સતવારા સમાજના અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં બંને સમાજના અગ્રણીઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ફરી વિજયનો કોલ આપવામાં આવ્યો.
પૂનમબેન માડમ પોતાના સમગ્ર સંસદીય મતક્ષેત્રમાં કાયમ સમર્પિત રહે છે. તેઓના ચૂંટણી પ્રચાર દરમિયાન દ્વારકા જિલ્લામાં મહેર અને સતવારા સમાજના અગ્રણીઓ દ્વારા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રવાસ દરમિયાન દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના મહેર સમાજના અગ્રણીઓ સાથે બેઠક કરીને પૂનમબેન માડમએ રાષ્ટ્રસેવાને સમર્પિત ભારતીય જનતા પાર્ટીને ફરીથી વિજયી બનાવવા અને વડાપ્રધાન મોદીને ફરીથી દેશનું સુકાન સોંપવા પોતાનો પવિત્ર અને કિંમતી મત મોદી સરકારને આપવા અપીલ કરી હતી. આ ઉપરાંત સતવારા સમાજના અગ્રણીઓ સાથે પૂનમબેન માડમે બેઠક કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને પ્રચંડ જનસમર્થન અને સહકાર આપી ભારતીય જનતા પાર્ટીને ફરી એક વાર જંગી બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી.
બન્ને સમાજ સાથેની આ બેઠકોમાં ઉમેદવાર પૂનમબેન માડમ ઉપરાંત કેબિનેટ મિનિસ્ટર મુળુભાઈ બેરા, ધારાસભ્ય પબુભા માણેક, અગ્રણીઓ ખીમભાઈ ભોચિયા, પરબતભાઈ વરુ, માલદેભાઈ ગોરાણીયા, રાજાભાઈ ગોરાણીયા, હરભમભાઈ ઓડેદરા, કેશુભાઈ મહેર, પિન્ટુભાઈ અદ્રેજા, કરશનભાઈ મહેર, રમેશભાઈ મહેર તથા તા.પં. પ્રમુખ સોમાતભાઈ ચાવડા, તાલુકા ભાજપા પ્રમુખ દેવાયતભાઈ ગોજિયા, સતવારા સમાજના અગ્રણીઓ બક્ષી મોરચાના જિલ્લા પ્રમુખ ડી.એલ.પરમાર, જિ.પં. કારોબારી ચેરમેન જીતેન્દ્ર કણજારિયા, રતનશીભાઈ કણજારિયા, વિઠ્ઠલભાઈ સોનગરા, વેલાભાઈ ચોપડા, ટપુભાઈ સોનગરા, નારણભાઈ ડાભી તથા મનજી પરમાર સહિતના અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના અગ્રણીઓ, કાર્યકર્તાઓ, સમાજ શ્રેષ્ઠીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.