Mysamachar.in-જામનગર:
વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન સ્થાપિત કરવો એ આજના યુગની સૌથી મોટી આવશ્યકતા બની ગઈ છે. એ જ દિશામાં જામનગરની રવિરાજ ઇન્ફ્રાપ્રોજેક્ટ પ્રા. લિ.ના CEO અમિત ખાખરીયાએ પોતાના 44મા જન્મદિવસે અનોખી પહેલ કરતાં 4,400 થી વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણ માટે એક પ્રશંસનીય સંદેશ આપ્યો છે. આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં કંપનીના તમામ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તેમણે ઉમેર્યું કે, “આ માત્ર વૃક્ષારોપણ નહીં પરંતુ એક સંકલ્પ છે વિકાસમાં હરિયાળાપણુ જોડવાનો, સાતત્યપૂર્ણ નેતૃત્વ પ્રદાન કરવાનો અને ધરતી માઁ ને કંઈક પાછું આપવાનો.”
અમિત ખાખરીયાની આ પહેલને પર્યાવરણીય સતર્કતા માટે એક ઉદાહરણરૂપ પગલું માનવામાં આવી રહી છે. ઉદ્યોગ જગતમાં પણ આવા આગેવાનો દ્વારા જે સામૂહિક જવાબદારીનું સંવર્ધન થાય છે, તે લાંબા ગાળે સમાજ માટે લાભદાયી સાબિત થાય છે. આ પહેલ દર્શાવે છે કે સાચું નેતૃત્વ માત્ર વ્યવસાયિક સફળતા સુધી સીમિત નથી, પણ તે સંસ્કાર, સંકલ્પ અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાથી ઊભું થાય છે. આવી હરિત યાત્રાઓનું બીજ રોપનાર દરેક નેતૃત્વ માટે આજનું સમાજ આશાવાન છે.
			
                                
                                
                                



							
                